રાષ્ટ્રધ્વજનું અપમાન ના થાય તે માટે સન્માન સાથે એએમસીએ પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધીની જે અમૃત મહોત્સવનું આયોજન હતું અને હર ઘર તિરંગાની યાત્રા બાદ ઘરો ઓફીસ અને દુકાનો પર તિરંગાઓ લહેરાવવામાં આવ્યા હતા. પરંતુ તિરંગાનું કોડ ઓફ ફ્લેગ મુજબ માન સન્માન જળવાય તે જરુરી છે. જો કોઈ શહેરીજનને તિરંગાની જાળવણી કરવામાં મુશ્કેલી પડે તો, આ રાષ્ટ્રધ્વજને પરત લેવા માટેની પહેલ ચાલી રહી છે.
પોતાના ઘરે લહેરાવેલા રાષ્ટ્રધ્વજ આપી શકાય છે. અમદાવાદમાં તિરંગાનું માન જાળવવા માટે AMC એ ખુબ જ સરસ નિર્ણય દાખવ્યો છે. જે કોઈને પોતાનો રાષ્ટ્રધ્વજ પરત કરવો હોય તે એએમસી ને પરત કરી શકે છે. જે કોઈ ઘરે રાખવા માંગતું હોય તો તે પણ કોડ ઓફ ફ્લેગ મુજબ સાચવીને મૂકી શકે છે. ઉપરાંત નજીકના સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસમાં પણ તિરંગાને પરત લેવામાં આવશે. આ ઉપરાંત ઝોનલ ઓફિસનો સંપર્ક કરીને પણ આપી શકો છો. ખાસ કરીને હર ઘર તિરંગા અંતર્ગત અમદાવાદમાં ત્રણ દિવસ ગૌરવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.