અમદાવાદમાં એએમસીના પશુઓ પકડવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદમાં એક વ્યક્તિનો જીવ રખડતા પશુએ લીધો છે. એકબાજુ સરકારે રખડતા પશુઓ સામે ઢોર નિયંત્રણ બિલને હાલ પૂરતું મોકુફ રાખ્યું છે અને આ જવાબદારી કોર્પોરેશનના સિરે નાખી છે પરંતુ કોર્પોરેશન તેમની ફરજ ચૂકી રહી છે.
જેના કારણે રખડતા પશુએ 66 વર્ષીય દિપકભાઈને અડફેટે લેતા તેમને જીવ ગુમાવ્યો છે. દિપકભાઈને એલ.જી. સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ તેઓ બચી શક્યા નહોતો. સીએનસીડી ડીપાર્ટમેન્ટની પશુઓ પરના નિયંત્રણની ઢીલી નિતીના કારણે આ પહેલા પણ લોકોને અડફેટે લેવાની ઘટનાઓ સામે આવી છે.
ઢોર નિયંત્રણ માટે કોર્પોરેશનને કેટલાક કડક નિયમો બનાવ્યા છે પરંતુ એ નામના જ છે. કેમ કે, રખડતા ઢોર અમદાવાદમાં તમામ પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ચોમાસામાં રખડા પશુઓે વધુ જોવા મળી રહ્યા છે. ઘાસ ઉગતા આ પશુઓને છૂટોદોર મળી જાય છે પરંતુ કોર્પોરેશનની ઉદાસિનતા સતત સામે આવી રહી છે. જોકે, અમદાવાદાના લગભગ તમામ વિસ્તારોમાં રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે. વસ્ત્રાપુર, જોધપુર, ઘાટલોડી સહીતના પશ્ચિમ વિસ્તારો ઉપરાંત ઓઢવ, મણિનગર સહીતના વિસ્તારોમાં પણ પશુઓ રખડા જોવા મળી રહ્યા છે.