Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં મોર્નિંગ વોક ઉપર નીકળેલા યુવકનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત.

Share

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં મોર્નિંગ વૉક ઉપર નીકળેલા યુવકને કાર ચાલક દ્વારા અડફેટે લેતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જેમા સીસીટીવી ફૂટેજના આધારે પીકઅપ કારવાળાને પકડી પાડવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં વહેલી સવારે જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે જે વસ્ત્રાલ વિસ્તારમાં ગેલેક્સી કોરલ સોસાયટીમાં રહેતા શૈલેષ પ્રજાપતિને ગંભીર રીતે ઘાયલ થયો હતો જેમને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આજરોજ વહેલી સવારે વસ્ત્રાલ વિસ્તારમાં મોર્નિંગ ઉપર નીકળેલા યુવકને કારે પાછળથી ટક્કર મારતાં તેમનું મૃત્યુ નિપજ્યું તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

અમદાવાદ શહેરની અંદર વસ્ત્રાલ વિસ્તારમાં ગફલતભરી રીતે વાહન ચલાવી મોર્નિંગ વોક પર નીકળેલા યુવકને પાછળથી ટક્કર મારી તેમનું મૃત્યુ નિપજાવી નાશી જતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આ કામના આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

સુરત-ડિંડોલીનાં તબીબે 145 મહિલા દર્દીઓનો અશ્લિલ વીડિયો બનાવ્યો હોવાની વાતથી ખળભળાટ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતની ચુંટણીમાં પરિવર્તન પેનલ વિજયી.

ProudOfGujarat

ભરૂચ : સંતોષી યુવક મંડળ દ્વારા અયોધ્યા નગર વિસ્તારનાં સ્થાનિકોને માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!