Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં ૧૭ થી ૨૩ જૂન રિવરફ્રન્ટ ખાતે સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન યોજાશે.

Share

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન યોજાશે. રાજ્ય સરકારના શાસનને ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યની બહેનો અને એમાય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતી બહેનો સ્વ-વ્યવસાયથી આર્થિક રીતે પગભર થાય તેવા શુભ આશયથી ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૭ થી ૨૩ જૂન દરમિયાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે " સખી મેળો" તેમજ "વંદે ગુજરાત" પ્રદર્શન યોજાશે. જે માટે અમદાવાદ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

સખી મેળામાં કુલ ૧૦૦ સ્ટોલ રાખવામાં આવનાર છે. અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને હસ્તકલા વિભાગમાં નોંધાયેલ સ્વ સહાય જૂથ અને કારીગરો ભાગ લેશે અને તેમની વિવિધ અવનવી ચીજ વસ્તુઓ નાગરિકોને જોવા અને ખરીદવા મળશે. સખીમંડળોના બહેનો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી હસ્તકલાની ચીજવસ્તુઓ જેવી કે રમકડા, ભરતગુંથણ, ઝુલા, તોરણ, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, કચ્છી ભરતકામની વસ્તુઓ, બાંધણી, માટીકામની વસ્તુઓ, પેપર રીસાઇકલ કરીને બનાવેલા ઇકોફ્રેન્ડલી પર્સ, હેન્ડલુમ, હર્બલ પ્રોડક્ટ્સનો અવનવો ખજાનો અમદાવાદની જાહેર જનતાને સાબરમતી રીવરફ્રન્ટ પર નિશુલ્ક જોવા મળશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી અમદાવાદની જાહેર જનતાને મેળાનો લાભ લેવા અને રૂબરુ મુલાકાત માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ગરીબોના હકના દુશ્મન, અંકલેશ્વરના અંદાડા ગામે સરકારી અનાજ વેચવાના કૌભાંડનો પર્દાફાશ,તંત્રએ દરોડા પાડી કૌભાંડ ઝડપી પાડ્યું..!

ProudOfGujarat

ગુજરાતના મુખ્યમંત્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વડોદરાના જૈન સંઘમાં ઉપસ્થિત રહ્યા.

ProudOfGujarat

નડિયાદ : કણજરી ગામમાં એ.ટી.એમ મશીનથી આરોનું શુદ્ધ પાણી મળશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!