Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા એસ.ટી બસ સ્ટેશનમાં મુસાફરોનું ટેસ્ટિંગ શરુ કરાયું.

Share

અમદાવાદ શહેરમાં કોરોનનો ફરી પગ પેસારો થતા તંત્ર રાફાળું જાગ્યું છે. શહેરમાં કોરોનાના કેસો વધતા ગીતામંદિર સ્થિત ST બસ સ્ટેશન ખાતે મુસાફરોનું ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતા તંત્રમાં ચિંતા પ્રસરી છે અને તેને કારણે ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળો પર ટેસ્ટિંગના ટેબ્લો ઊભા કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ખાસ કરીને રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર વધુ કાળજી લેવામાં આવે છે અને આવતા જતા મુસાફરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય કર્મીઓ દ્વારા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટિંગ ટેબલો મૂકવામાં આવ્યા છે.

Advertisement

બહારગામથી આવતા જતા તમામ મુસાફરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે મોટા પ્રમાણમાં મુસાફરો પોતાના ટેસ્ટ આરોગ્ય કર્મીઓ પાસે ટેસ્ટ કરાવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતા એસટી બસ સ્ટેશન ખાતે મુસાફરોનું ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આરોગ્ય સંબંધિત અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું.


Share

Related posts

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને ઓ.એન.જી.સી પેટ્રો એડિશન લિમિટેડ (ઓપાલ), દહેજ અને મેઘમની ઓર્ગનિક્સ લિમિટેડ કંપની દ્વારા કુલ ૧૬ લાખનું દાન મળ્યું.

ProudOfGujarat

વટારીયાની શ્રી ગણેશ સુગર અને મહેન્દ્રભાઈ જસવંત પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સેવા રૂરલ ના ઉપક્રમે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ : છેતરપિંડીનાં ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!