અમદાવાદના મેકડોનાલ્ડમાં યુવકના કોલ્ડ્રીક્સના કપમાંથી ગરોળી નીકળી હોવાની ઘટના સામે આવી હતી જેના પગલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગનો સંપર્ક કરતા કોર્પોરેશને તત્કાલિક ધોરણ અમદાવાદના મેકડોનાલ્ડના સાયન્સ સિટીના આઉટલોટને સીલ મારી દીધું હતું. ત્યારે મેકડોનાલ્ડને 1 લાખ રૂ.નો વહીવટી ચાર્જ ભરવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આ પ્રકારની બેદરકારી બીજીવાર ના થાય અને સફાઈ જળવાઈ રહે તેવી શરત સાથે આઉટલેટ ઓપન કરવાની મંજૂરી આપવામાં આવી છે.
થોડા દિવસ સીલ કરાયા બાદ મેકડોનાલ્ડને ખોલવાની પરવાનગી મળી છે. થોડા દિવસ પહેલા ભાર્ગવ જોષીના કોલ્ડ્રીક્સની અંદર મરેલી ગરોળી આવી હતી. ત્યારે મેનેજરે કહ્યું હતું કે, રીફંડ કરી દેશું પરંતુ કોઈ ગંભીરતા જ ના હોય તેમ ખાલી રીફંડની જ વાત કરી હતી. ત્યારબાદ આ મોટી બેદરકારીના કારણે રેસ્ટોરા બંધ કરી દેવામાં આવ્યું હતું અને હવે તેને ઓપન કરવાની પરવાનગી આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા મેકડોનાલ્ડની યોગ્ય રીતે સાફ સફાઈ કરાયા બાદ તેની સંપૂર્ણ ચકાસણી વિભાગ દ્વારા કરવામાં આવશે અને ત્યાર બાદ જ રેસ્ટોરન્ટ ચકાસણી પછી લોકો માટે ઓપન કરી શકાશે ત્યારે આ પ્રકારની બેદરકારી જોવા મળતા ત્યાં રેગ્યુલર જવાવાળા પણ ખચકાટ ચોક્કસથી એકવાર તો અનુભવશે.