અમદાવાદનાં વસ્ત્રાપુરથી નશાનો કાળો કારોબાર પકડાયો છે. MD ડ્રગ્સ, ચરસ અને ગાંજાનો જથ્થો પકડવામાં આવ્યો છે. વસ્ત્રાપુરમાંથી ATS એ આ મામલે એક આરોપીને ઝડપ્યો છે. આરોપી અમરેલીના રાજુલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં ડ્રગ્સની ડિલિંગ કરવામાં માટે આ આરોપી આવ્યો હતો. જેની પાસે 80 ગ્રામ MD ડ્રગ્સ, 325 ગ્રામ ચરસ, સાડા ત્રણ કિલો ગાંજો ઝડપાયો છે. અમદાવાદમાં હર્ષ સંઘવીએ કહ્યું, ડ્રગ્સ માફિયાઓ પર સર્જીકલ સ્ટ્રાઈક કરવાનો નિર્ધાર કર્યો હતો અને ગૃહ વિભાગ માફિયાઓ પર સ્ટ્રાઈક કરી રાજ્યના ખૂણે ખૂણેથી ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં તમામ ડ્રગ્સ કેસમાં વેચવાવાળા પર કેસ કરવામાં આવ્યા છે, નહીં કે ખરીદવાવાળા. તેવું અગાઉ અમદાવાદમાં ગુજરાતમાં ડ્રગ માફિયા વિરોધી ઝુંબેશને વેગવાન બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું.
અગાઉ પણ અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો આ ઉપરાંત ગુજરાતના રાજકોટ સહિતના અન્ય શહેરોની અંદર પણ ડ્રગ્સ ઝડપાયુ છે ત્યારે એક પછી એક ડીલરો ઉપર સકંજો કસવામાં આવી રહ્યો છે.