અમદાવાદ શહેરમાં પાણી જન્ય રોગચાળો વકરી રહ્યો છે. ઉનાળાની સિઝનમાં આ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને મે મહિનાના 28 દિવસની અંદર કેસોમાં વધારો જોવા મળ્યો છે. દૂષિત પાણીની ફરીયાદો પણ અન્ય વિસ્તારોમાં ઉઠી હતી ત્યારે ઝાડા અને ઉલટીના 626 કેસો નોંધાયા છે જ્યારે ટાઈફોઈડના 203 કેસો અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આ ઉપરાંત કમળાના પણ કેસો સામે આવ્યા છે. 139 કેસો કમળાના નોંધાયા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ટીમે હાથ ધરેલા પાણીજન્ય રોગચાળાના સર્વેમાં 5 મહિનાની અંદર વિવિધ સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા છે. જેમાં આ સેમ્પલમાં 657 પાણીમાં ક્લોરીનની ગેરહાજરી જોવા મળી હતી. 34 સેમ્પલની અંદર બેક્ટેરીયાનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું.
પાણી જન્ય રોગચાળાના સૌથી વધુ કેસો અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે કેટલાક વિસ્તારો પર નજર કરીએ તો રખિયાલ, વટવા, સરસપુર, જમાલપુર, કુબેરનગર, શાહિબાગ, અસારવા, બાપુનગર, દાણીલિમડા, લાંભા, બહેરામપુરા સહીતના વિસ્તારમાં આ રોગચાળો જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત ચાલી રહેલી ઉનાળાની સિંઝનની અંદર પાણીજન્ય રોગચાળા પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ કેસો વધતા જ જોવા મળી રહ્યા છે બીજી તરફ ગરમીના કારણે પણ ઝાડા, ઉલટીના કેસો પેટની સમસ્યાઓ, મરછીત થઈ જવાની ઘટનાઓ પણ અગાઉ સામે આવી હતી. જેથી આ કેસો પણ તેની સાથે સાથે વધી રહ્યા છે.