Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ પાલડી ખાતે શિક્ષણમંત્રીના વરદહસ્તે વિદ્યાવાહકના સન્માનનું આયોજન.

Share

ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન ગાંધીનગર દ્વારા બાળ હિતાર્થે નિ:સ્વાર્થ ભાવે સુંદર કામગીરી કરનાર ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના શિક્ષકોની વિદ્યાવાહક તરીકે પસંદગી કરવામાં આવી છે. જે માનનીય શિક્ષણ મંત્રીના હસ્તે ટાગોર હોલ પાલડી સંસ્કાર કેન્દ્ર પાસે અમદાવાદ મુકામે તારીખ 06/06/22 ને સોમવારના રોજ તમામ “વિદ્યાવાહક” મિત્રોનું સન્માન કરવામાં આવશે.

જે ખુબ જ આનંદ અને ગૌરવની બાબત છે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પસંદગી પામનાર હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલના શિક્ષક સોલંકી નિલેશકુમાર ડાહ્યાભાઈ, આમોદ તાલુકાની પ્રાથમિક શાળા આછોદ કન્યાના શિક્ષક પટેલ ઈમરાન આઈ., ભરૂચ તાલુકાની કતોપોર બજાર મિશ્ર શાળા – 18 શિક્ષક ભટ્ટ પ્રણવકુમાર બાલકૃષ્ણ, જંબુસર તાલુકાની પ્રાથમિક શાળા કાવાના શિક્ષક ગાંધી આશિષકુમાર પ્રવિણચંદ્ર, ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા મોરતલાવના શિક્ષક પટેલ નિરવકુમાર દેવજીભાઈ, નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા ખરેઠાના શિક્ષક વસાવા સુનિલભાઈ, વાગરા તાલુકાની પ્રાથમિક શાળા અરગામાના શિક્ષક ઠાકોર સોકતઅલી, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સલાટ ભરતભાઈ, વાલિયા તાલુકાની પ્રાથમિક શાળા દેસાડના શિક્ષક યશપાલસિંહ દિલીપસિંહ ગોહિલ, અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પીરામણના શિક્ષક રાજુભાઈ ગોમાનભાઈ પ્રજાપતિ, ભરૂચ તાલુકાની પ્રાથમિક શાળા ચાવજના શિક્ષક એહસાન હૈદર દેઢરોટિયા આ તમામ “વિદ્યાવાહક” ને ખૂબ ખૂબ અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આનંદની લાગણી વ્યકત કરે છે.અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદનું 155 વર્ષ જૂનું કાલુપુર રેલવે સ્ટેશન બનશે TOP CLASS, 2018ના અંતે થશે તૈયાર….

ProudOfGujarat

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં મધ્યાહન ભોજનની શરૂઆત.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં વરસેલા એક જ વરસાદમાં ભરૂચની દશા બગડી : તંત્રની પોલ ખૂલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!