અમદાવાદ શહેરમાં કાયદો અને સુરક્ષા ખાડે ગઈ હોય તેમ ફાયરિંગ જેવી ઘટના સામાન્ય બનતી જઈ રહી છે. શહેરમાં છાસવારે બનતા બનાવને કારણે શહેરની પોલીસ પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે.
ગઈકાલે વધુ એક વખત અમદાવાદમાં સરખેજમાં મહિલા પર ફાયરીંગની ઘટના સામે આવી છે. સરખેજમાં મોડી રાત્રે આ ઘટના બની હતી. અચાનક જ અજાણ્યા શખ્સ મોડી રાત્રે આ ફાયરિંગ કરી ફરાર થઇ ગયા છે ત્યારે પોલીસે તેની શોધખોળ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
મહિલા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો ફરાર થયા છે ત્યારે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સીસીટીવીના આધારે પોલીસ દ્વારા પગેરું મેળવવામાં આવશે ને ફાયરિંગ કરનાર અજાણ્યા ઈસમો સુધી પહોંચવામાં આવશે.
મહિલાની અત્યારે સારવાર ચાલી રહી છે, અમદાવાદમાં સરખેજમાં આ પ્રકારની ઘટના બનતા કાયદો વ્યવસ્થાને લઇને પણ સવાલો ઉભા થયા છે. અગમ્ય કારણોસર ફાયરિંગ અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. આસપાસના વિસ્તારના લોકો ફાયરિંગ થતાની સાથે જ ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસે હત્યાના પ્રયાસ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કાર્ય બાદ ફરાર થઈ ગયા હતા.