હાઈકોર્ટ દ્વારા સતત ફાયર સેફ્ટીને લઈને સૂચનો કરવામાં આવી રહ્યા છે. ફાયર એનઓસીના મામલે વારંવાર હાઈકોર્ટની ટકોર બાદ પણ ઘણી જગ્યાએ આ બેદરકારી જોવા મળી છે. ત્યારે અગાઉ 47 જેટલી કોમર્શિયલ બિલ્ડિંગોને નોટીસ આપવામાં આવી હતી અને કોર્પોરેશનની ફાયર એનઓસી વિનાની 27 બિલ્ડીંગો સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.
હાઈરાઈઝ બિલ્ડીંગમાં ફાયર એનઓસી મેળવવું રીન્યું કરાવવું ફરજીયાત છે. ફાયર બ્રિગેડા આ મામલે 45 નોટીસો ધરી દીધી હતી જેમાંથી 27 મિલકતધારકોને એનઓસી નહીં લેતા તેમની સામે ફોજદારી રાહે કમગિરી પ્રક્રિયા હાથ ઘરવામાં આવી હતી. 45 કોમર્શિયલ મિલકતોને નોટીસો આપવામાં આવી હતી. આ મિલકતોમાં પૈકી 18 મિલકતધારકોએ તેમની મિલકતની ફાયર એનઓસી મેળવી લીધી હતી.
અગાઉ પણ 7 બિલ્ડિંગો સામે કોર્ટમાં ફરીયાદ નોંધવામાં આવી છે. અગાઉ પણ બિલ્ડીંગની અંદર ચેરમેન સેક્રેટરીની દોષી ઠેરવવામાં આવ્યા હતા ત્યારે આ વખતે પણ એવું બની શકે છે. કોર્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને બિલ્ડીંગના ચેરમેન સેક્રેટરીને સજા કરવા સુધીની જોગવાઈ છે. અગાઉ પણ તમામ એવા એકમો કે ફાયર એનઓસી ના ધરાવતા હોય તેમને નોટીસ ફટકારવામાં આવી છે.