નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમની અંદર આજથી મેચ રમાવાની શરૂઆત થઈ રહી છે ત્યારે ફાઈનલ પણ રમાવાની છે ત્યારે ટિકિટના ભાવ ડબલ કે ત્રણ ગણા નહીં પરંતુ 10 ગણા વઘી ગયા છે. 1 લાખ 32 હજારની સંખ્યાની કેપેસિટીની સીટો ધરાવતું આ ક્રિકેટ સ્ટેડિયમ છે ત્યારે આ સ્ટેડિયમમાં ક્યાંય જગ્યા જ નહીં રહે કેમ કે, ટિકિટો તમામ વેચાઈ ગઈ છે. ફાઈનલ માટેની ટિકિટોના ભાવ તો બ્લેકમાં 10 ગણા વધી રહ્યા છે. મેચનો ક્રેઝ એટલો બધો છે કે, રૂ. 800 ની કિંમતની ટિકિટો બ્લેકમાં 8000 માં વેચાઈ રહી છે. 1500 ની ટિકિટના ભાવ 15,000 થઈ ગયા છે. આમ ટિકિટો જે લોકો બાકી રહી ગયા છે તેમને આસાનીથી મળી રહી નથી. જેવી ટિકિટ બારી ઓનલાઈન ચાલુ થઈ તેવામાં જ તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. ઓફલાઈન ટિકિટો જ મળી રહી નથી ત્યારે જે ક્રિકેટના ચાહકો બાકી રહી ગયા છે તેઓ તેમના આ શોખને પૂરો કરવા માટે ટિકિટો બ્લેકમાં લઈ રહ્યા છે.
બ્લેકમાં ટિકિટ વહેચનાર લોકોએ પહેલાથી જ એક પછી એક ટિકિટો લઈ લીધી હતી ત્યારે આ ટિકિટોના ભાવ ઓનલાઈન ટિકિટ બારીમાંથી તમામ ટિકિટો વેચાઈ ગયા બાદ વધુ ટિકિટો લેનાર કાળાબજારી કરનારાઓએ 10 ગણા ટિકિટના ભાવ કરી દીધા છે. અમદાવાદમાં ગુજરાતની ટીમ સફળ થતાની સાથે જ તમામ ટિકિટો વેચાઈ ગઈ છે જે ટિકિટો બચી છે તે બુકીઓ પાસે છે તેવામાં આજે બેંગ્લોક અને રાજસ્થના વચ્ચે ક્વોલિફાયર 2 મેચ રમાવા જઈ રહી છે.