મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચની શરૂઆત પહેલા જ એક પછી એક ટિકિટો બુક થઈ ગઈ છે. શહેર અને પુરા રાજ્યભરમાંથી અને બહારથી લોકો ક્રિકેટ જોવા માટે આવશે ત્યારે જે લોકો તેમના વાહનોની અંદર મેચ જોવા માટે આવશે તેમને ઓનલાઈન પાર્કિંગ માટે બુકિંગ કરાવવું પડશે.
ખાસ કરીને આ મેચ જોવા જનારાઓએ સ્ટેડિયમની આસપાસમાં બનાવાયેલા 30 પાર્કિંગ પ્લોટની અંદર જો તેમના વાહનને પાર્ક કરવા હશે તો ઓનલાઈન ટિકિટ લેતી વખતે અલગથી ચાર્જ ભરવાનો રહેશે. આમ મોટી સંખ્યામાં લોકો આઈપીએલની મેચો જોવા આવવાના હોવાથી આ પ્રકારે પાર્કિંગ પણ તમામ હાઉસ ફૂલ થઈ જશે. જેથી આ વ્યવસ્થા માટે ઓનલાઈ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જો કે, મેચનો લઈને લોકોમાં ઉત્સાહ પણ એટલો જ જોવા મળી રહ્યો છે.
મોદી સ્ટેડીયમમાં આવતી કાલથી સેમિફાઈનલ અને ત્યારબાદ ફાઈનલ મેચ યોજવામાં આવશે ત્યારે એક રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવશે. ગુજરાતની ટીમ ફાઈનલમાં આવતાની સાથ જે મેચની ટિકિટો તમામ વેચાઈ ગઈ છે ત્યારે આઈપીએલની ક્વાર્ટર ફાઈનલની અંદર અત્યારથી જ બંદોબસ્ત સહીતની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.