Proud of Gujarat
GujaratFeaturedINDIA

બગોદરા-ધોળકા રોડ પર તુફાન ગાડી અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : 3 ના મોત.

Share

અમદાવાદ બગોદરા ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બગોદરા નજીક રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે 3 વિદ્યાર્થીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે અને 10 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે.

વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં અમદાવાદ બગોદરા ધોળકા રોડ પરથી પસાર થઈ રહેલા તૂફાન ગાડીને ટ્રક દેખાઈ ન હતી જેથી તૂફાન ગાડી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થીના મોત થયા છે. 10 થી વધુ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને બગોદરામાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. તો ઘાયલ મુસાફરોને સોલા સિવિલ ખસેડાયા હતા. મૃતકોને બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા. અકસ્માત થયેલી તુફાન કારમાં સવાર લોકો રાજકોટની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે. તમામ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની જુડોની મેચ રમવા ગોધરા ગયા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગની કામગીરીને લઈને આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.

ProudOfGujarat

‘ ક્યાં આપકે નમક મે પ્લાસ્ટિક હૈ..? ‘ ગુજરાતના મીઠા ઉત્પાદન અંગે થયેલો ચોંકાવનારો સર્વે

ProudOfGujarat

વાગરા : વિછીયાદ ખાતે ડેરીમાં દૂધ ભરવા બાબતે તકરાર, ડેરીના સભ્ય સહિત ૪ વિરૂદ્ધ અરજી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!