Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં એસ.પી રિંગ રોડ પર નિર્માણધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી.

Share

અમદાવાદ શહેરનાં સરદાર પટેલ રીંગ રોડ પર મહમદપુરા ચોકડી પાસે એક નિર્માણીધીન ફલાઇ ઓવરબ્રિજનો એક ભાગ ધરાશાયી થઇ ગયો હતો. જોકે આ ઘટના સમયે કોઇ આ બ્રિજ નીચે નહોતુ, નહીતો મોટી જાનહાની થઇ શકતી હતી.આ બ્રિજનું કામકાજ ચાલી રહ્યું હતું અને આ બ્રિજનો ભાગ તૂટી પડતાં બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના દરમિયાન 5 મજૂરો આ બ્રિજ પર કામ કરી રહ્યા હતા, જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

બોપલથી શાંતીપુરા જતાં રિંગ રોડ પર વાયએમસી રોડના ટર્નિંગ પાસે છ મહિનાથી બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ મોડી સાંજે નવા બ્રિજનો વચ્ચેનો એક ભાગ તૂટી પડયો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને વધુ એક સફળતા

ProudOfGujarat

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી નડિયાદ દ્વારા ૩૩મો માર્ગ સલામતી સપ્તાહ યોજાયો.

ProudOfGujarat

કરૂણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અર્થે શાળાના બાળકોની પગપાળા રેલી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!