ગત તા. 3/12/21 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા આયોજિત 27 મી ડી.જી.પી. કપ કે જે 50 ઓવરની રમાય હતી તેની ફાઇનલ મેચ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય તથા પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા ગુજરાત રાજ્યના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ ફાઇનલ મેચમાં વડોદર રેન્જ V/S અમદાવાદ શહેર પોલીસ વચ્ચે રમાય હતી જેમાં વડોદરા રેન્જ પ્રથમ બેટિંગ કરતાં બેટસમેન Pc બટુક રાવલ 42 તથા PSI પ્રિયંક બર્નદા 39 તેમજ PC કિરણ 38 રન ફટકારી ટીમના કુલ 203 રન બનાવ્યા હતા. જેમાં અમદાવાદ શહેરના Pc હિરેન દત્ત જે જે 8 ઓવરમાં 42 રન આપી 4 વિકેટ જીતી હતી જયારે અમદાવાદ શહેરના PC તૌસિફ ચૌહાણે 65 રન તથા લાઈનબોય નિર્ભય ભુનેતરના 46 રનની મદદથી 42.1 ઓવરમાં 204 રનનો લક્ષ્યાંક હાંસલ કરી અમદાવાદ શહેર ટીમ વિજેતા બની હતી.
તાજેતરમાં T-20 ડી.જી.પી. કપમાં ક્રિકેટ ફાઇનલ મેચ વડોદરા રેન્જ V/S જુનાગઢ રેન્જ વચ્ચે યોજાઇ હતી જેમાં વડોદરા રેન્જની ઘાતક બોલિંગ સામે જુનાગઢ રેન્જ 87 રન બનાવી શકી હતી. વડોદરા રેન્જ વતી બોલર PC સહદેવ ડાબરા 4 ઓવરમાં 7 રન આપી 3 વિકેટ તથા PSI પ્રિયાંક બરંડા 3.2 ઓવરમાં 12 રન આપી 3 વિકેટ તથા PC વિશાલ વસાવાએ 4 ઓવરમાં 18 રન આપી 3 વિકેટ લીધી હતી તેમજ ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ 14 રન બનાવ્યા હતા જેથી 16.5 ઓવરમાં 91 રન બનાવી વિજેતા થયા હતા.
અમદાવાદ ખાતે રાજ્ય પોલીસની ડી.જી.પી. કપ ફાઈનલમાં રનર્સઅપ થતી વડોદરા રેન્જ ક્રિકેટ ટીમ.
Advertisement