Proud of Gujarat
GujaratFeaturedHealth

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા કે બી શાહ સ્કુલમાં મેલેરીયા- ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરાયો.

Share

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
 
અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા,તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ અને અર્બન હેલ્થ સેન્ટર વિરમગામના સંયુક્ત ઉપક્રમે કે બી શાહ સ્કુલમાં મેલેરીયા. ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કે બી શાહ સ્કુલના વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગોથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અર્બન હેલ્થ ઓફિસર ડો.જીગર, કે.એમ.મકવાણા, કાન્તિભાઇ ઠાકોર,નીલકંઠ વાસુકિયા, છાયા મકવાણા, કે બી શાહ સ્કુલના આચાર્ય અલ્કેશભાઇ દવે, તેજશભાઇ વજાણી, એલ કે સોલંકી, રાજુભાઇ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે,  ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે. સખત તાવ આવવાની સાથે આંખના ડોળાની પાછળ દુખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે, નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઇ શકે છે. ડેન્ગ્યુ જેવા કોઇ પણ લક્ષણ જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો જોઇએ તેવી વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

રાજપીપલાના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે ભરતીમેળામાં પસંદગી પામેલા ૯૦૫ ઉમેદવારોને નિમણૂંક-કરારપત્રો એનાયત કરાયાં.

ProudOfGujarat

ભરૂચની નિઝામા બાઈકર્સ કલબ દ્વારા આગામી તા.26મી ના રોજ શુકલતીર્થ ખાતે રકતદાન શિબિરનું આયોજન હાથ ધરાયુ છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતના ઝાડેશ્વરના મહિલા સભ્યએ અનુસુચિત જાતિ અંગે કરેલી ટિપ્પણી સામે સમાજ સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!