(કાર્તિક બાવીશી )અમદાવાદના ખાડીયાના પી,આઈ,એન,એન પારગીને સસ્પેન્ડ કરાયા સ્ટેટ મોનીટરીંગ સેલના જુગાર દરોડા બાદ ડીજીપીની કડક કાર્યવાહી
ગુજરાત રાજ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રંગ રાખ્યો છે અસામાજીક તત્વોને ડરનો અનુભવ કરાવ્યો છે દારૂ , જુગાર , વરલી મટકા જેવા અનેક બેનંબરી ધંધા કરનારને જેલના પાંજરે પૂર્યા છે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ કિરીટ લાઠીયા એક બાહોશ અધિકારી અને જાબાજ અધિકારી છે તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદના ખાડીયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રાયપુરની હજીરાની પોળ ખાતે ચાલી રહેલ જુગારધામ ઉપર રેઇડ કરીને કુલ ૩ લાખથી પણ વધુની રોકડ રકમ સાથે મોટી સંખ્યામાં જુગાર રમી રહેલા આરોપીઓની ધરપકડ કરાઈ હતી આવા મોટા જુગારધામ પકડાવાની બાબતેને ડી.જી.પી,શિવાનંદ ઝા દ્વારા ગંભીર ગણવામાં આવેલ છે. આવી પ્રવૃત્તિ અંગે બાતમી મેળવવામાં અને પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ રહેલ સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારી વિરુધ્ધ કડક કાર્યવાહી કરતા ખાડીયા પોલીસ સ્ટેશનના પી.આઇ. એન. એન. પારગીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.વધુ વાત કરીયે તૉ એડી.ડીજી નીરજા ગૉત્રુ રાવ તેમજ એસીપી જ્યોતિ પટેલના ઈમાનદારી ભર્યું કામ અને કડક કામ કરનાર અધિકારી છે જેનું નામ આવતા અસામાજિક તત્વો તેમજ અમુક ભ્રષ્ટ અધિકારી, કર્મચારીઓ પણ તેમનાં નામથી કાંપે છે