Proud of Gujarat
FeaturedGujarat

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી. અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા મુખ્યમંત્રીને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Share

પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી કરવામાં આવી હતી અને અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા મુખ્યમંત્રી ને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Advertisement

વિરમગામના પત્રકારો દ્વારા આપવામાં આવેદનપત્ર મા જણાવ્યું હતું કે, ગત શનિવાર ના રોજ અમદાવાદમાં ખાનગી ચેનલ માં કોપી એડિટર તરીકે કામ કરતાં અને નિકોલ ખાતે રહેતા પત્રકાર ચિરાગ પટેલને જીવતો સળગાવી દેવાયાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ચિરાગની લાશ કંઠવાળા પાસે અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવેલ હતી. આ રહસ્યમય હત્યા કેસ માં પોલીસ દ્વારા તપાસ કરવા માં આવી રહી છે. ઘટના ને ત્રણ દિવસ વીતવા છતા પોલીસ ની તપાસ હજુ ત્યાની ત્યાંજ છે. બીજી બાજુ પત્રકાર જગતમાં દુખ ની લાગણી છે ત્યારે અમદાવાદ જિલ્લા મીડિયા ક્લબ દ્વારા પત્રકાર ચિરાગ પટેલની હત્યા કેસ માં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ થાય તેવી માંગણી છે. પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસના આરોપીઓને ઝડપી સખત સજા થાય તેમજ ભવિષ્યમાં પત્રકારો સાથે અમાનવીય વ્યવહાર ન થાય તે માટે પત્રકારોની સુરક્ષા માટે સરકાર દ્વારા પગલાં ભરાય તેવી અમો પત્રકારોની વિનંતી છે.


Share

Related posts

સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ નર્મદા નદીના પાણીથી પૂરની પરિસ્થિતિમાં થયેલ નુકશાનીના વળતર આપવાની માંગ સાથે કિશાન સંઘ ગુજરાતની કલેકટરને રજુઆત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં અછાલિયા ગામે સોના-ચાંદીનાં દાગીના તેમજ રોકડ રકમ મળીને ૨૫ લાખ ઉપરાંતની ચોરી…

ProudOfGujarat

સુરત કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!