પત્રકારઃ- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
અમદાવાદ જિલ્લાના કુણપુર ગામમાં શ્રી કુણપુર ગામ સમસ્ત દ્વારા શ્રી રામદેવજી ભગવાનના નવનિર્મિત મંદિરના મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા ધર્મસ્થંભ આરોહણ મહા મહોત્સવનું ભવ્ય કરવામાં આવ્યું છે. શ્રી રામદેવજી ભગવાનની અસીમ કૃપાથી કુણપુર ગામની પવિત્ર ધરા પર નવ નિર્મિત શ્રી રામદેવજી ભગવાનના નવનિર્મિત મંદિરના મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સંવત ૨૦૭૫ મહા વદ-૧૦ ને ગુરૂવાર તારીખઃ-૨૮/૦૨/૧૯ થી સંવત ૨૦૭૫ મહા વદ-૧૧ ને શનિવાર તારીખઃ-૦૨/૦૩/૧૯ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ દિવ્ય અવસરમાં દર્શન અને આશિર્વાદ મેળવીને મોટી સંખ્યામાં લોકો ધન્યતા અનુભવશે. મહોત્સવના પ્રાથમ દિવસ ગુરૂવારે પંચાગ કર્મ, યજ્ઞ શાળામાં પ્રવેશ, કુટિર હોમ, ધૃતાધિવાસ-ફલાધિવાસ જલાધિવાસ, સાયં આરતી પુજા, દેવશયન સહિતના કાર્યક્રમ યોજાશે. શુક્રવારે બીજા દિવસે પ્રાતઃ મહાપુજા, શોભાયાત્રા જલયાત્રા, અગ્નિ પ્રાગટ્ય ગ્રહ હોમ, લઘુરૂદ્ર યજ્ઞ, મહાસ્તાપન કર્મ અને શનિવારે તૃતિય દિવસે પ્રાતઃ મહાપુજા, મુર્તિ ન્યાસ વિધી, સ્થાપિત દેવતા હોમ, મુર્તિ પ્રતિષ્ઠા,શાંતિક પોષ્ટિક હોમ, ઉત્તર પૂજન વિધિ, પુર્ણાહુતિ,મહાઆરતી સહિતના ધાર્મિક પ્રસંગો યોજાશે. આ કાર્યક્રમમાં ઠાકર મંદિર કુણપુરના મહંત જીતુબાપુ,ભોપાભાઇ જકશીભાઇ ગમારા, ઘનશ્યામપુરી બાપુ, ઓમકારબાપુ ઉપસ્થિત રહેશે. મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો લાભ મહેશભાઇ બાબુભાઇ પટેલે લીધો છે. આ ઉપરાંત બાબા શ્રી રામદેવ પારાયણ જ્ઞાન મહોત્સવમાં વક્તા રામચન્દ્રગીરી બાપુ કથાનું રસપાન કરાવી રહ્યા છે.
કુણપુર ગામમાં શ્રી રામદેવજી ભગવાનના નવનિર્મિત મંદિરનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે…
Advertisement