Proud of Gujarat
FeaturedGujarat

હડતાળ પર ઉતરેલા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓએ રણનીતી ઘડવા વિરમગામમાં મીટીંગ કરી… પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે સહીતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હડતાળ ઉપર ઉતર્યા છે.

Share

 ન્યુઝ.વિરમગામ
 
અમદાવાદ જીલ્લા પંચાયતનાં વિરમગામ તાલુકાનાં આરોગ્ય કર્મચારીઓની તા.૧૫/૦૨/૨૦૧૯ નાં રોજ થી ચાલતી અચોક્કસ મુદતની હડતાળનાં ભાગરૂપે વિરમગામ ખાતે મીટીંગ કરવામાં આવી હતી. જેના અનુસંધાને તાલુકા કક્ષાએથી આગામી હડતાળ નાં આગળના કાર્યક્રમની યોજના બનાવવામાં આવી હતી અને વિરમગામ તાલુકાની તાલુકા કક્ષાની આરોગ્ય કર્મચારી મહાસંઘની સમિતિ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ જીલ્લાના વિવિધ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોતાના સ્થાન પર હડતાળની આગામી રણનીતિ નક્કી કરવામા આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે,પંચાયત હસ્તકના મપહેવ, મપહેસુ, ફિહેવ, ફિહેસુ, લેબોરેટરી ટેકનિશીયન, ફાર્માશિષ્ટ સહિતના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે સહીતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ૧૫ ફેબ્રુઆરીથી અચોક્કસ મુતદની હડતાળ ઉપર ઉતર્યા છે અને પોતાના કામથી અળગા રહ્યા છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ત્રી સ્તરીય માળખાનો અમલ કરો, ૦ કીલોમીટર પીટીએ આપો, મિશન ગ્રેડ પે લઇને જ રહીશુ, મપહેવ કેડરના પ્રશ્નોનુ નિરાકરણ લાવો, ફિહેવ કેડરના પ્રશ્નોનુ નિરાકરણ લાવો, એલટી કેડરના પ્રશ્નોનુ નિરાકરણ લાવો, ફાર્મશિષ્ટ કેડરના પ્રશ્નોનુ નિરાકરણ લાવો જેવા મુદ્દાઓના ઉકેલમાં પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. તેમ અમદાવાદ જીલ્લાના પંચાયત હસ્તકના મપહેવ, મપહેસુ, ફિહેવ, ફિહેસુ, એલટી, ફાર્માસીસ્ટ સહિતના આંદોલન સાથે જોડાયેલા આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યુ હતુ.

Advertisement


Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી, નાની નરોલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

શહેરા તાલૂકામાં આવેલી પાનમ હાઇલેવલ કેનાલની આસપાસનો રસ્તો બન્યો જોખમી ? જાણો કેમ પંચમહાલ રાજુ સોલંકી

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં ગરીબ પરિવારના બાળકોને શિક્ષિકાઓ દ્વારા કોરોના કાળમાં શિક્ષણ પ્રદાન કરી એક સરાહનીય કાર્ય કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!