Proud of Gujarat
FeaturedGujaratWoman

અમદાવાદ જિલ્લાના ગોરાસુ ગામના શૂરવીર પાળીયા અંગેના લેખ માટે હાર્દિ સોનીનું સન્માન કરાયુ…

Share

પત્રકારઃ- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

સામાન્ય રીતે અત્યારની કેટલીક યુવતીઓ શેહરી જીવનશૈલીથી પ્રભાવીત થઇને મોલ મલ્ટીપ્લેક્ષમાં નવરાશનો સમય પસાર કરવાનું પસંદ કરતી હોય છે પરંતુ અમદાવાદ જિલ્લાના ભાલ વિસ્તારની હાર્દી સોની પોતાના વ્યસ્ત વિદ્યાર્થી જીવનમાંથી સમય કાઢીને શૂરવીર પાળીયા પર સંશોધન કરીને લેખ લખી રહી છે. ચાંગા નડીયાદ ફિઝોયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતી હાર્દિ સોની નાનપણથી જ શુરવીર પાળીયા વિશે અવનવુ જાણવા માટે ઉત્સાહીત છે. તાજેતરમાં જ વાંકાનેરના પ્રસિદ્ધ ફોટો જર્નાલિસ્ટ એન. ભાટી તથા ભાલરત્ન રમણીકભાઈ ઝાપડિયા દ્વારા હાર્દિ સોનીનું સન્માન કરતા ભાલ પંથક સહિત અમદાવાદ જિલ્લાનનું ગૌરવ વધાર્યુ છે.

Advertisement

તાજેતરમાં ગુજરાત કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા શૂરવીર પાળિયા પુસ્તકનુ વિમોચન ભચાઉ તાલુકાના કંથકોટ મુકામે કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લાના ભાલ વિસ્તારના ધોલેરા તાલુકાના ગોરાસુ ગામના જીવાજીબાપુ ઉમટના બલિદાન તથા ગામ માટેની ઉચ્ચ ભાવનાને વાચા આપતા સત્ય લેખને પણ સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિ સોની દ્વારા લખવામાં આવેલ લેખ માટે મહોબ્બત સિંહ ઉમટ, યુવરાજ સિંહ વી. ઉમટ તથા ગાયત્રી સોનીએ માર્ગદશન આપ્યુ હતુ. વાંકાનેરના પ્રસિદ્ધ ફોટો જર્નાલિસ્ટ એન. ભાટી તથા ભાલરત્ન સમા રમણીકભાઈ ઝાપડિયા દ્વારા હાર્દિ સોનીનું સન્માન કરી આશિષ આપવામાં આવ્યા હતા.


Share

Related posts

ગોધરા તાલુકાના ખાડીયા ગામ પાસે આવેલ કુણનદી માં ફીણના ગોટે ગોટા જોવા મળતા તર્ક વિતર્કો સાથે રહસ્ય અકબંધ…..

ProudOfGujarat

માનવ સેવા ટ્રસ્ટ સાણંદના ચેરમેને પોતાના જન્મદિવસની ઉજવણી કનબુડી પ્રાથમિક શાળાના બાળકો સાથે કરી.

ProudOfGujarat

સુરત ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ વિવિધ પ્રશ્ન બાબતે કરી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!