– અમદાવાદ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલિયો અભિયાન, સીઝનલ ફ્લુ અને તમાકુ મુક્ત ગુજરાત અંગેના સપ્તધારા દ્વારા પપેટ શો અને નાટક રજુ કરાયા
પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના સીંગરવા ખાતે ૫૦ પથારીવાળી અધતન સુવિધા ધરાવતી સરકારી હોસ્પિટલ, પંચાયત ઘર, પ્રાથમિક શાળા, ગ્રામીણ જન સેવા કેન્દ્ર,પાણીની ટાંકી વગેરે જેવા રૂ.૭૩ કરોડ ૪૪ લાખના વિવિધ વિકાસલક્ષી કામો લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે આયુષ્યમાન ભારત યોજના તથા ઉજજવલા યોજનાના લાભાર્થીઓને ગોલ્ડ કાર્ડ અને ગેસ કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન ભારતના કાર્ડ વિતરણ સમયે જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, અધિક નિયામક ડૉ. નિશીત ધોળકિયા, વિભાગીય નાયબ નિયામક ડૉ. જી.સી.પટેલ, એ.આર.ડી ડૉ. સતીશ મકવાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવ, જિલ્લા આર.સી.એચ.ઓ. ડૉ. ગૌત્તમ નાયક ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં સપ્તધારાના અમદાવાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આગામી પોલિયો અભિયાન તથા સીઝનલ ફ્લુ અને તમાકુ મુક્ત ગુજરાત બનાવવા માટેના પપેટ શો અને નાટક કરીને સમગ્ર ઓડિયન્સમાં આરોગ્યના સંદેશાઓ પહોંચાડીને જનજાગૃતિ ઉભી કરી હતી. અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ખુબજ સુંદર ધ્યાનાકર્ષક આરોગ્યની જનજાગૃતિ દર્શાવતું આરોગ્ય પ્રદર્શન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
વિકાસકાર્યોનું લોકાર્પણ કરતા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સિંગરવાના લોકોને ઘરઆંગણે જ આરોગ્યની સુવિધા આપવાનું સપનું સાકાર થયું છે.ખુબ જ ટુંકા ગાળામાં આ હોસ્પિટલનુ નિર્માણ થયું છે તેનો યશ ગ્રામજનોની સક્રિયતા અને આરોગ્ય વિભાગને આભારી છે.લોક સેવાનું મુખ્ય માધ્યમ હોસ્પિટલ છે. સીંગરવાનુ આ આરોગ્ય સાચા અર્થમાં સેવાનું ધામ બની રહેવાનું છે.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે આ હોસ્પિટલમા આપવામાં આવનાર સુવિધાઓ વિશેની માહિતી આપી હતી.