Proud of Gujarat
FeaturedEducationGujarat

ભાજપના નેતા ડો.શ્રદ્ધા રાજપૂત સહિતના પૂર્વ વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરાયા.

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જિલ્લા ભાજપ મંત્રી, ગુજરાત પ્રદેશ ઉત્તર ઝોનના સંગઠન પર્વના સહ ઇન્ચાર્જ અને પ્રવક્તા ડો.શ્રદ્ધા રાજપૂત સહિતના જાણીતા પૂર્વ વિદ્યાર્થીઓને જાણીતી શૈક્ષણિક સંસ્થા પારુલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ડૉ.શ્રદ્ધા રાજપુતને એવોર્ડ આપવામાં આવતા પરિવાર સહિત મિત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને તેઓને સોશિયલ મીડિયા દ્વારા અનેક લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Advertisement

અમદાવાદ જિલ્લા ભાજપ મંત્રી, ગુજરાત પ્રદેશ ઉત્તર ઝોનના સંગઠન પર્વના સહ ઇન્ચાર્જ અને પ્રવક્તા ડો.શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું હતું કે, દરેક ના જીવનના ઘડતરમાં બે જગ્યા નું બહુ જ મહત્વ હોય છે (૧) પોતાનું ઘર (૨) શૈક્ષણીક સંસ્થા. મારા જીવન મા કોલેજ કાળ દરમ્યાન મારા શિક્ષક સ્વ. આર સી શાહ, ડો.હિનાબેન રાવલ, ડો.નિષાબેન, ડો.બબિતા ધનૂકા, ડો.પિનાકીન ઓઝા, ડો.વંદનાબેન, ડો.ગાયત્રી અંજારીયા તેમજ બીજા ઘણાના આશીર્વાદ થકી હું આજે આ મુકામ પર પહોંચી છું. આ મુકામ પર પહોંચ્યા પછી જ્યારે તમને તમારા ગુરુ દ્વારા આટલી મોટી સંસ્થા (પારુલ યુનિવર્સિટી)મા સન્માનીત કરવામાં આવે ત્યારે જે ખુશી થાય તેને શબ્દો મા વર્ણવી મુશ્કેલ છે. તેની સાથે આ એવોર્ડ હું મારા કોલેજ ના મિત્રોને તેમજ મારી પાર્ટી ભાજપ ને સમર્પિત કરુ છું કારણકે તેમનો સાથ અને વિશ્વાસ જ મને કામ કરવાની પ્રેરણા આપે છે.


Share

Related posts

ઝંઘાર ગામના ગૌચરમાં માટી ખોદકામ પ્રકરણમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી…

ProudOfGujarat

ભરૂચ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખનો તેમના મિત્રો સાથે દારૂની મહેફિલનો વિડિઓ થયો વાયરલ.

ProudOfGujarat

जैकलिन फर्नांडीज ने आगामी फ़िल्म “रेस 3” का लोगो किया रिलीज!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!