Proud of Gujarat
FeaturedEntertainmentGujaratINDIAUncategorized

પહેલા આંખોના ઈશારા, હવે ફ્લાઈંગ કિસ બની ગઈ લાખો દિલોની ધડકન

Share

આંખ મારવાના કારણે ચર્ચામાં આવેલી મલયાલમ એભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર ફરીથી એક વાર ચર્ચામાં આવી છે. હવે પ્રિયા પ્રકાશનો નવો વીડિયો વાયરલ થયો છે. જૂના વીડિયોમાં તે પોતાના બોયફ્રેન્ડને આંખ મારતી જોવા મળી હતી અને હવે નવા વીડિયોમાં તે ફ્લાઈંગ કિસ આપતી જોવા મળી રહી છે.

પ્રિયાના આંખ મારવાના અંદાજથી કંઈ કેટલાય લોકો દિલથી ઘાયલ થયા છે અને આ કિંસિંગ વીડિયોથી તો યુવાન હૈયાઓ તેના પર ફિદા જ થઈ ગયા છે. ફિલ્મ રિલીઝ થવાના પહેલા જ એક વીડિયોમાં આંખોના ઈશારાથી પ્રિયા પ્રકાશ રાતોરાત સ્ટાર બની ગઈ છે.

Advertisement

સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. વેલેન્ટાઈન ડે પર પ્રિયા પ્રકાશની ફિલ્મનું ટીઝર લૉન્ચ થયું છે, જેમાં તેની મારકણી અદાઓથી લોકો ઘાયલ થયા છે. તેના ટીઝરને લાખો લોકો જોઈ ચૂક્યા છે. પ્રિયાએ પોતાના ફેસબુક પેજ પર આ ટીઝરને શેર કર્યું છે.

નેશનલ ક્રશ બની ગઈ છે પ્રિયા પ્રકાશ
વેલેન્ટાઈન વીક પર જાહેર થયેલા આ વીડિયોને લોકો ખૂબ લાઈક કરી રહ્યા છે અને ધડાધડ શેર પણ કરી રહ્યા છે. પ્રિયા પ્રકાશનું મલયાલમ ગીત ‘Manikya Malaraya Poovi’ રિલીઝ થતાની સાથે જ લોકોને ગમી ગયું છે. પ્રિયાની આંખોની અદા તો લોકોને એટલી બધી ગમી ગઈ છે કે, દરેક યુવાન છોકરાના મનમાં પ્રિયા વસી ગઈ છે. જો કે પ્રિયાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. પ્રિયાને જ્યાં સુધી ફિલ્મ રિલીઝ ન થાય ત્યાં સુધી ડાયરેક્ટરે કોઈ ઈન્ટરવ્યૂ આપવાની ના પાડી છે.

સૌજન્ય(સમભાવ)


Share

Related posts

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને બે યુવાનો બદકામ કરવાના ઇરાદે ભરૂચની એક હોટલના રૂમમાં લઇ ગયા હોવા બાબતે પોલીસ ફરિયાદ..

ProudOfGujarat

જનતા કરફ્યુ ટાણે રાજપીપળાનાં મુખ્ય માર્ગો ઉપર ગટરો ઉભરાઈ ગંદકી જોવા મળી લોકોએ નારાજગી વ્યક્ત કરી.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીને લીધે હીરા બજારના વેપારમાં સતત ઘટાડો

ProudOfGujarat
error: Content is protected !!