વેલેન્ટાઇન વીકના અઠવાડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ઇન્ટરનેટ પર પણ યૂઝર વીડિયો, ક્લિપ અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. આ દરમિયાન બે દિવસથી કેટલાક વીડિયો, તસવીરો અને ક્લિપ ફેસબુક,ઇંસ્ટાગ્રામ અને વોટ્સએપ પર શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક યુવતી પોતાની આંખથી ઇશારો કરી બોયફ્રેન્ડ પ્રત્યે પ્રેમનો ઇઝહાર કરતી જોવા મળી રહી છે. ટ્વિટર પર તેનું નામ ટોપ ટ્રેન્ડમાં આવી ગયુ છે. લોકોને આ યુવતી દ્વારા કરવામાં આવેલા એક્સપ્રેશન્સ એટલા પસંદ આવી રહ્યાં છે કે ઇંસ્ટાગ્રામ પર થોડા કલાકોમાં જ તેના ફોલોવર્સની સંખ્યા પણ વધી ગઇ છે. યૂઝર્સ વીડિયો અને તસવીરો શેર કરવાની સાથે કોમેન્ટ્સ કરી પોતાના રિએક્શન આપી રહ્યાં છે…..
કોણ છે આ યુવતી?
વીડિયોમાં જોવા મળતી આ યુવતી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર છે. 18 વર્ષની પ્રિયા વારિયલ કેરલના ત્રિશૂરની રહેવાસી છે. તે ત્રિશૂરના વિમલા કોલેજમાંથી બી.કોમનો અભ્યાસ કરી રહી છે. પ્રિયાની ડેબ્યૂ ફિલ્મ ‘Oru Adaar Love’નું સોન્ગ ‘Manikya Malaraya’નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.આ ગાયન સ્કૂલના ટીનએજ વચ્ચે ફિલ્માવવામાં આવ્યુ છે. જેને યૂ-ટ્યુબ પર પસંદ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ટ્વિટર પર તેનો મીમ બનાવીને શેર પણ કરવામાં આવી રહ્યું છે. આ સોન્ગને અત્યાર સુધી યૂ-ટ્યૂબ પર 19 લાખથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે. ઉમર લુલુ ‘Oru addar Love’ ફિલ્મના રાઇટર અને ડાયરેક્ટર છે અને શાન રહેમાને તેમાં મ્યૂઝિક આપ્યુ છે.તેમ જાણવા મળ્યું હતું…..

