ભાવનગર પાસે અકસ્માતથી મૃતદેહોના ઢગલાઃ
રાજકોટ-ભાવનગર હાઇવે ઉપરના રંઘોળા પાસે ટ્રક નાલામાં ખાબકતા ૧૭ જેટલા લોકોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. અને ઘટના સ્થળે મૃતદેહોનાં ઢગલા થઇ જતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી અને કરૂણતાના દ્રશ્યો સર્જાયા હતાં.
ભાવનગર જિલ્લાના રંઘોળા પાસે આજે સવારે જાનનો ટ્રક ૨૫ ફુટ પુલ નીચે ખાબકતા ૩૦ જેટલા જાનૈયાના મોત થતાં કોળી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા અને ૨૦ મહિલાઓ, પાંચ બાળકો સહિત ૩૦નો ભોગ લેવાયો છે. જ્યારે ૨૫થી ૩૦ જાનૈયાઓને ઇજા થતાં સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોળી પરિવારમાં ખુશીના બદલે શોક છવાય ગયો છે.
ભાવનગર – રાજકોટ હાઇવે ઉપર રંઘોળા નજીક આજે સવારે જાન લઇને ભાવનગરના અનીડાના પ્રવિણભાઇ કોળી તેમના પુત્ર વિજયની જાન લઇને ટાટમ ગામ જઇ રહ્યા હતા ત્યારે જાનૈયાનો ટ્રક ઉંધો પડી નાળામાં ખાબકતા ૩૦ના મોતની આશંકા છે અને મૃત્યુઆંક હજુ વધે તેવી સંભાવના હોવાનું જાણવા મળેલ છે. રંઘોળા પાસેના અનીડા ગામનો કોળી પરિવાર ટ્રકમાં લગ્નમાં જઇ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાતા ભારે દેકારો મચી જવા પામ્યો છે. બનાવની જાણ થતાં જ ભાવનગર, સિહોર, ઉમરાળાથી ફાયર બ્રિગેડનો કાફલો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ગમખ્વાર અકસ્માતની મળતી વિગતો મુજબ ભાવનગર – રાજકોટ હાઇવે ઉપર રંઘોળા નજીક જાનનો ટ્રક અચાનક પલ્ટી ખાઇ નીચે નાળામાં ખાબકતા ભયંકર અકસ્માત સર્જાયો હતો અને લોકોની ચીચીયારીથી ભારે દેકારો મચી ગયો હતો.
આ અકસ્માતમાં ૩૦ જેટલા લોકોનાં મોત નિપજ્યાનો સત્તાવાર પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયો છે અને હજુ મૃત્યુઆંક વધે તેવી સંભાવના હોવાનું જાણવા મળેલ છે. આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જ ભાવનગર, સિહોર, બોટાદની ૧૦૮ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ક્રેઇન સાથે ઘટના સ્થળે ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરાઇ છે. અકસ્માતનો ભોગ બનનાર કોળી પરિવાર રંઘોળા નજીકનાં અનીડા ગામનો હોવાનું જાણવા મળેલ છે. હાઈવે પરથી પસાર થતી વખતે ટ્રક પુલ પરથી નીચે ખાબકયો હતો જેના કારણે આ ગોઝારી ઘટના બની છે. આ અકસ્માત પછી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ડ્રાઈવર નશામાં હોવાની વાત પણ સામે આવી રહી છે. આ અકસ્માત સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ રઘોળા ગામ પાસે બન્યો હતો. ૧૦૮ની સાથે ફાયરબ્રિગેડની પણ બચાવ કામગીરીમાં મદદ લેવાઈ છે. મુખ્યમંત્રી કાર્યાલાયે જરૂરિયાતમંદોને મદદ માટે યુદ્ઘના ધોરણે કામગીરી કરવાનો આદેશ આપ્યો છે. સવારના સમયે જાન લઈને ટ્રક હાઈવે પરથી સપાસ થઈ રહ્યો હતો ત્યારે રંઘોળા પાસે ટ્રક ગરનાળા પાસે ખાબકયો હતો, બનાવની જાણ થતા પોલીસ અને ૧૦૮નો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ અકસ્માત બાદ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને તે દારુના નશામાં હોવાની આશંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે. અકસ્માત સર્જાયો ત્યારે આ ટ્રકમાં ૬૦ જેટલા લોકો સવાર હતા, અને મૃતકોમાં મહિલા અને બાળકોની સંખ્યા વધુ હોવાનું સામે આવી રહ્યું છુે. ભાવનગરના કલેકટરે મૃતકોનો આંકડો ૨૫ હોવાની પુષ્ટી કરી છે. મુખ્યમંત્રી કાર્યાલયે મદદ માટે આદેશ કર્યો બનાવની જાણ થતાં મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘાયલો તથા જરુરિયાતમંદોને તાત્કાલિક બનેલી તે સંપૂર્ણ મદદ કરવા માટેનો આદેશ આપી દીધો છે. ઘટના બાદ ટ્રક નીચે ફસાયેલા ૨૫ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ૩૫થી વધુ લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રીની સાથે ધારાસભ્ય અને ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ બનાવ અંગે દુઃખ વ્યકત કરીને જરુરિયાત ધરાવતા લોકોને યુદ્ઘના ધોરણે મદદ કરવામાં આવી રહી હોવાની વાત કરી છે.