અંકલેશ્વર તાલુકાનાં છેવાડાનાં ગામ ભરણ ખાતે વૃદ્ધા પર હુમલો કરનાર દીપડાઓની પૈકી એક દીપડી પાંજરે પુરાઇ છે જ્યારે હજુ બેથી ત્રણ દીપડાઓ ફરી રહ્યા હોવાથી ગામ લોકો ફફડી રહ્યા છે. અંકલેશ્વર અને સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાનાં ગ્રામીણ જંગલ વિસ્તારોમાં દીપડાઓ ફરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ એક બાળકી પરના હુમલા બાદ ભરણ ગામની વૃદ્ધા પર દીપડાનાં હુમલાના કારણે ગામલોકો ફફડી ઉઠયા હતા. આ મામલે વન વિભાગને જાણ કરી આથી સુરત અને ભરૂચ જિલ્લામાં વન વિભાગના અધિકારીઓ દ્વારા ભરણ ગામ સહીત આજુબાજુના જંગલ વિસ્તારો શેરડીના ખેતરોમાં તપાસ શરૂ કરતા દીપડા હોવાના ફુટ પ્રિન્ટ મળ્યા હતા અને તેને પગલે વન વિભાગની તપાસમાં ભરણ અને ધિનોદ ગામે માનવી પર હુમલાની ઘટના બહાર આવી હતી ધિનોદ ગામે મરઘા કેન્દ્ર નજીક પણ દીપડા લટાર મારતાં હોવાનું બહાર આવતા જ વનવિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા હતા જેમાંથી ધિનોદ ગામની સીમમાંથી બે વર્ષીય દીપડી પુરાઇ હતી. જ્યારે હજુ બે થી ત્રણ દીપડા ફરી રહ્યા હોવાથી વન વિભાગે તેમને પણ ઝડપી લેવા પ્રયાસો હાથ ધરી રહ્યા છે.
અંકલેશ્વરનાં ભરણ ગામે દીપડી પાંજરે પુરાઇ ત્રણ દીપડા હજુ ફરી રહ્યા છે.
Advertisement