માટેલા સાંઢ ના ત્રાસ તેમજ પાણીના ત્રાસ અને રેસનીગ દુકાનમા સર્વની સમસ્યા અંગે મુળ નિવાસી સંઘ ધ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવા મા આવ્યુ હતું. આવેદન પત્રમા જણાવ્યા અનુસાર ભરૂચ શહેર રઝડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. જેના પગલે વિવિધ વિસ્તારમા ટ્રાફીકની સમસ્યા જણઈ રહી છે. હાલમા માટેલા સાંઢ ધ્વારા માસુમ વિધાર્થીને ગંભીર ઈજા પહોંચાડતા તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ ઉપરાંત માટેલા સાંઢે અન્ય પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી. આથી રખડતા ઢોરના પ્રશ્ને યોગ્ય કરવા આવેદન પત્રમા માંગ કરવામા આવી છે. આ સાથે ઉનાળાની શરૂઆતમા જ પાણીનો કકળાટ શરૂ થયેલ છે. પાણી અંગે વહીવટ કરતાઓ ધ્વારા ભેદ ભાવ રાખવામા આવે છે. તે બાબતે યોગ્ય કરવા અને સરકારની રેસનીગ દુકાનમા સરવરના પશ્નો તેમજ અંગુઠાની છપના પ્રશ્નો ઉભા થાય છે. તે અંગે યોગ્ય કરવા આવેદન પત્રમા વિનંતી કરવામા આવી છે.
માટેલા સાંઢ ના ત્રાસ અને પાણીના ત્રાસ તેમજ સરકારી રેસનીગ દુકાનોમા સરવર સમસ્યા અંગે મુળ નિવાસી સંઘ ધ્વારા આવેદન પત્ર પાઠવ્યું.
Advertisement