જમવાનું ઓછું આપી માર મારતા હોવાનો આક્ષેપ કરી 7 બાળકો અડધી રાત્રે આશ્રમશાળા છોડી નીકળી ગયા
નવરાત્રી વેકેશન કેન્સલ કરતા બાળકોએ શાળા છોડી હોવાનો સંચાલકોનો લૂલો બચાવ
આંકલાવ તાલુકાના છેવાડે મહીસાગરના કિનારે આવેલ કોઠિયાખાડ ગામે ભાટા વિસ્તારમાં આવેલ વિકસતી જાતિ કલ્યાણ ખાતુ ગુ.રા.ગાંધીનગર અનુદાનિત શ્રી રંગઅવધૂત કેળવણી મંડળ સંચાલિત શ્રી મધુબા આશ્રમ શાળાના 7 ગરીબ બાળકોએ જમવાનુ ઓછું આપતા હોવાનું અને શિક્ષકો બેફામ માર મારતા હોવાને લઇ આશ્રમશાળામાંથી ચુપકેથી નીકળી રાત્રીના સુમારે ગંભીરા બ્રિજ સુધી પહોંચી ગયા હતા ગંભીરા ચેક પોસ્ટ પાસે ફરજ પર હાજર જીઆરડી જવાને સાત બાળકોને સામાન સાથે એકલા જઈ રહ્યા હોવાનું જોઈ બાળકોને અટકાવીને પૂછતાં સમગ્ર ઘટના સામે આવી હતી જેને લઇ આંકલાવ પોલીસ દોડી આવી હતી અને કોઠિયાખાડ ભાદરણ પોલીસની હદમાં આવતું હોઈ બાળકોને ભાદરણ પોલીસને સોંપવામાં આવ્યા હતા જ્યાંથી શાળા સંચાલકોને જાણ કરવામાં આવી હતી અને મોડી રાત્રે બાળકોને આશ્રમશાળાએ લઇ જવામાં આવ્યા હતા.જો કે આશ્રમશાળાના આચાર્યએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે નવરાત્રીની રજાઓ કેન્સલ કરતા બાળકો નીકળી ગયા હતા પરંતુ સવાલએ થાય છે કે 7 નાના ગરીબ બાળકો આશ્રમ શાળા છોડી નદીની કોતરોમાં થઇ ગાઢ અંધકારમાં પગપાળા 7 કિલોમીટર દૂર પહોંચી ગયા છતાં શાળાના સંચાલકોને ખબર જ ના પડી જેને લઇ શાળામાં બાળકોની સલામતી સામે પણ સવાલો ઉભા થયા છે આ બાળકો સાથે કઈ અજુગતું બન્યું હોત તો તેનો જવાબદાર કોણ ???
આંકલાવ તાલુકાના કોઠિયાખાડ મહીસાગર નદીના ભાટામાં આવેલ શ્રી મધુબા આશ્રમ શાળાના ધો.3 થી ધો. 8 માં અભ્યાસ કરતા 7 બાળકો ચાલતા ચાલતા ગંભીરા બ્રિજ પાસે પહોંચી ગયા હતા જ્યાં ગંભીરા ચેક પોસ્ટ પર હાજર આંકલાવ પોલીસ સ્ટેશનના જીઆરડી જવાન રાજુભાઈએ સાત બાળકોને ખભે બેગ લટકાવીને જતા જોઈ તેઓને શક જતા તેઓએ બાળકોને અટકાવીને પુછપરછ કરી હતી ત્યારે બાળકોએ જણાવ્યું હતું કે તેઓ કોઠિયાખાડ ખાતે આવેલ આશ્રમશાળામાં અભ્યાસ કરે છે અને શાળાના શિક્ષકો જમવાનું બરાબર આપતા નથી અને વધુ માંગીએ તો માર મારે છે તેમજ કેટલાક શિક્ષક તો બેફામ માર મારે છે જેને લઇ અમે આજે શાળા છોડીને નીકળી ગયા છે અને અમો અમારા ગામ જઈએ છીએ ત્યારે જીઆરડી જવાને આંકલાવ પોલીસને જાણ કરી હતી જેને લઇ આંકલાવ પોલીસ ગંભીરા દોડી આવી હતી અને બાળકોને નાસ્તો કરાવ્યો હતો અને શાંતિથી તેઓની સાથે વાતચીત કરી હતી અને કોઠિયાખાડ ભાદરણ પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોઈ બાળકોને ભાદરણ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ભાદરણ પીએસઆઇ આહીરએ તમામ બાળકોના નામ અને સરનામાં પુછ્યા હતા અને આ અંગે શાળાના સંચાલકોને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જેને લઇ શાળામાંથી એક શિક્ષક અને ટ્રસ્ટી દિલીપસિંહ નારસિંહ પઢીયાર ભાદરણ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા જ્યાં આંકલાવ પોલીસએ તેઓને બરાબરના ખખડાવ્યા પણ હતા અને બાળકોને તેઓની સોંપવામાં આવ્યા હતા
: આશ્રમ શાળા છોડી નીકળનાર વિદ્યાર્થીઓ
1 – મહેશ જહુભાઈ રાઠવા ,ગામ, પાડલીયા તા.જી છોટાઉદેપુર : ધો. 8
2 – હીંમત વેચલાભાઈ રાઠવા ,ગામ વેડલી ,તા.જી છોટાઉદેપુર : ધો. 5
3 – અશ્વિન વીરસિહ રાઠવા ,ગામ ઝહુવા તા.જી છોટાઉદેપુર : ધો. 8
4 – જગદીશ રંગલાભાઈ રાઠવા ,ગામ,સનાળા તા.જી છોટાઉદેપુર : ધો. 6
5 – પંકેશ ભાવસિંહ રાઠવા ,ગામ,વેડલી તા.જી છોટાઉદેપુર ધો. 5
6 – અશ્વિન ભાવસિંહ રાઠવા ,ગામ,વેડલી તા.જી છોટાઉદેપુર ધો. 5
7 – કરમસિંહ રયજીભાઈ ધાણક, ગામ,આલિયાધાર તા.જી છોટાઉદેપુર ધો. 3
: આ અંગે આશ્રમ શાળાના આચાર્ય યજુવેન્દ્રભાઈ એન.પઢીયારએ જણાવ્યું હતું કે નવરાત્રીને લઇ અગાઉ શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી પરંતુ નવરાત્રીની રજાઓ કેન્સલ કરીને દિવાળીની રજાઓ વધારી દેવામાં આવેલ છે અને ગરીબ બાળકો પુરતો સમય પરિવાર સાથે રહે અને નવરાત્રી બાદ શરૂ થતી પરીક્ષામાં પણ ખલેલ ના પડે તે માટે નવરાત્રીની રજા કેન્સલ કરેલ છે જેને લઇ બાળકોને લાગી આવ્યું હતું અને રાત્રીના સુમારે તેઓ સામાન લઇને નીકળી ગયા હતા જો કે શાળામાં જમવાનું સમયસર અને પૂરતો આપવામાં આવે છે જમવા બાબતે કે મારવા બાબતે કોઈ વિવાદ નથી.બાળકો રાત્રે બહાર નીકળી જતા અમારે હાલ તાત્કાલિક શાળામાં લોખંડની જાળીઓ બેસાડવી પડી છે
: કોઠિયાખાડ આશ્રમ શાળામાંથી 7 બાળકો રાત્રે ચોરીછુપે નીકળ્યા હતા અને કોતરોના પાછળના કાચા માર્ગે,ગાઢ અંધકારમય વિસ્તારમાં થઇ 7 કિલોમીટર 1 કલાક અને 25 મિનિટ ચાલીને ગંભીરા બ્રિજ સુધી પહોંચ્યા હતા ત્યારે આ બાળકો જે માર્ગે પસાર થયા તે નદીના કોતરોનો વિસ્તાર કે જ્યાં જંગલ જેવો વિસ્તાર છે જેમાં દીપડો,મોટા સુવર સહીતના જંગલી પ્રાણીઓ પણ હોય છે આ માર્ગ એકદમ બિહામણો છે જ્યાંથી બાળકો આ માર્ગે પસાર થઇને ગંભીરા પહોંચ્યા હતા ત્યારે જો કોઈ બાળક સાથે કઈ અજુગતું બન્યું હોત તો જવાબદાર કોણ ? અને માત્ર નવરાત્રી કરવા માટે બાળકોએ આશ્રમ શાળા છોડી હોવાની વાત પણ માત્ર ઉપજાવેલ હોવાનું જણાઈ આવે છે