સૌજન્ય-આણંદ: આણંદ જીલ્લો બીજેપી નામના વોટ્સઅપ ગ્રુપમાં એક વિદેશના નંબર પરથી અશ્લીલ પોર્ન ફિલ્મની લીંક અપલોડ કરવામાં આવતાં તેમજ ભાજપના કેટલાક પદાધિકારીઓએ આ લીંક ખોલી પોર્ન ફિલ્મ નીહાળતાં ચકચાર મચી જવા પામી છે. તેમજ આ વોટ્સઅપ ગ્રુપના પોર્ન ક્લીપની લીંક દર્શાવતાં સ્ક્રીન શોટ ફેસબુક અને વોટ્સઅપ ગ્રુપોમાં સોશ્યલ મીડીયા પર વાયરલ થતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. જ્યારે બીજીબાજુ ભાજપના હોદ્દેદારો અશ્લીલ પોસ્ટ મુકનારને શોધી કાર્યવાહી કરવાની વિચારણા ચાલી રહી છે.
પોર્ન ફિલ્મ નીહાળતા ચકચાર મચી જવા પામી
આણંદ જીલ્લો બીજેપી નામના વોટ્સઅપ ગ્રુપમાં વિદેશના એક નંબર પરથી અશ્લીલ પોર્ન ફિલ્મની લીંકો અપલોડ કરી હતી.જે કેટલાક સભ્યોએ આ લીંક દર્શાવતાં વોટ્સઅપ ગ્રુપના સ્ક્રીન શોટ પાડીને તેને ફેસબુક અને વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ કરતં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ આણંદ જીલ્લો બીજેપી વોટ્સઅપ ગ્રુપનો ગ્રુપ એડમીન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સોજીત્રાનો આઈટીસેલ અને સોશ્યલ મીડીયાનો કન્વીનર સોહન પટેલ (સોહુ) હોવાનું પણ ગ્રુપના સ્ક્રીન શોટમાં નિહાળી શકાય છે. પોર્ન ફિલ્મની ક્લીપો ભાજપના સોશ્યલ મીડીયા ગ્રુપમાં મુકવામાં આવતાં અને કેટલાક સભ્યોએ આ લીંક ખોલી પોર્ન ફિલ્મ નીહાળતા ચકચાર મચી જવા પામી છે.
અશ્લીલ પોસ્ટ મુકનારની તપાસ ચાલી રહી છે : જિલ્લા ભાજપ પ્રમુખ
આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલનો ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, અશ્લીલ પોસ્ટ મુકનારની તપાસ ચાલી રહી છે. અહીંનો કોઇ સ્થાનિક વ્યક્તિ આમાં સંડોવાયેલો નથી. આ વિદેશથી કોઇએ વાયરલ કરી છે. હાલ આ અંગેની અમે તપાસ કરી રહ્યા છે.અમે કાયદેસરની કાર્યવાહી કરવાની વિચારણા પણ ચાલી રહી છે.
આફ્રિકાથી પોસ્ટ અપલોડ કરાઇ
આ ગૃપમાં 150 સભ્યો છે. જેમાં કેટલાક સભ્યો વિદેશમાં વસવાટ કરે છે. આ પોસ્ટ આફ્રિકાથી કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. ા ચાર-પાંચ સભ્યોની રિમુવ કરી દીધા છે. – સોહન પટેલ, સોહુ
ભાજપનો કોઇપણ હોદ્દેદારા આમાં સંકળાયેલો નથી : મુસા પટેલ
આણંદ શહેર યુવા ભાજપ મોરચાના પ્રમુખ મુસા પટેલે જણાવ્યું હતું કે, આ ગૃપમાં થયેલી અશ્લીલ પોસ્ટ અંગે ભાજપનો કોઇપણ સ્થાનિક વ્યક્તિ સંકળાયેલો નથી. આ પોસ્ટ વિદેશના નંબર પરથી આવેલી છે. આ અંગેની તપાસ ચાલી રહી છે.