આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના છેવાડાના પચેગામમાં જન્મેલી અંજલી પટેલ પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ ક્રિકેટમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આણંદ જિલ્લા ક્રિકેટ એશોસિએશન હેઠળ જિલ્લા કક્ષાની મહિલા ક્રિકેટ મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને છેલ્લા ત્રણેક વર્ષથી ગુજરાતની અન્ડર 19 મહિલા ટીમમાં સ્થાન મેળવ્યું છે. આગામી દિવસોમાં આંધ્રપ્રદેશ ગુટુર ખાતે યોજાનાર 6 રાજયો વચ્ચે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતનું નેતૃત્વ પંચેગામની અંજલી પટેલને સોંપવામાં આવ્યું છે.
અંજલી પટેલ એન.એસ.પટેલ આર્ટસ કોલેજમાં અભ્યાસ કરે છે તેમજ 10 વર્ષની ઉંમરે આણંદ જિલ્લા ક્રિકેટ એશોસિએશન સાથે જોડાઇ હતી.ત્યારથી અન્ટર 14,અન્ડર 16ની મહિલા ક્રિકેટ ટીમ વતી મેચો રમી ચૂકી છે. અગાઉ પણ કેપ્ટન પદે રહી ચુકી છે. જયારે આંધ્રપ્રદેશ ખાતે પંજાબ, ગુજરાત, તમિલનાડુ, હૈદરાબાદ, સિકકીમ, મેધાલયની ટુર્નામેન્ટ 14 થી 22 ઓકટોબર દરમિયાન રમાઇ છે..સૌજન્ય