Proud of Gujarat
GujaratFeaturedINDIA

આણંદના મહુધા પાસે રૂ. 3.70 કરોડની જૂની નોટો વટાવવા જતાં ચાર ઝડપાયા

Share

 
સૌજન્ય-આણંદ: આણંદના સામરખા ચોકડી પાસેથી સરકાર દ્વારા રદકરાયેલી રૂા. 3.70 કરોડની ચલણી નોટ સાથે અમદાવાદની આરઆર સેલની ટીમે ચાર શખસને બુધવારે સવારે ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેઓ મહુધા નોટ બદલવા ગયા હતા. પરંતુ સોદો ન થતાં પરત આવતા હોવાનું જણાવ્યું હતું. જૂની રદ થયેલી નોટો બદલવાનો છેલ્લા દોઢ વર્ષમાં આ ચોથો કેસ નોંધાયો છે.

આરઆર સેલની ટીમને નડિયાદથી સામરખા ચોકડી તરફ ચાર શખ્સ એક્ટિવા પર રદ થયેલી ચલણી નોટ લઈને આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન ચારેય શખસ આવી પહોંચતા પોલીસે તેમની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં એક્ટિવા ચાલકનું નામ વિષ્ણુ પટેલ (રહે. આણંદ) હોવાનું જણાવ્યું હતું. તેની પાછળ સવાર બીજો શખસ વસીમખાન પઠાણ (રહે. પેટલાદ), જ્યારે બીજા એક્ટિવાચાલક અશોક પટેલ (રહે. મહીસાગર) અને તેની પાછળ અમજદખાન પઠાણ (રહે. તારાપુર) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેમની પાસેના પ્લાસ્ટિકના થેલામાં તપાસ કરતાં તેમાંથી રદ કરેલી રૂા. 1000 ના દરની 100 નોટ લેખે 265 બંડલ, જ્યારે 500ના દરની 100 નોટ લેખે 210 બંડલ મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં તેઓ મહુધા ખાતે બદલવા ગયા હતા. પરંતુ સોદો ન થતાં પરત આવતા હતા. જૂની રદ કરયેલી નોટો બદલવાના છેલ્લા દોઢ વર્ષમાં ચાર કેસ નોંધાયા છે. જેમાં આણંદ પોલીસે 4.21 કરોડ કબજે લીધા છે.

Advertisement

Share

Related posts

દાહોદ જીલ્લા મા નવરાત્રિ ના અંતિમ દિવસે ખૈલેયા ઓ મન મુકી ઝુમીયા

ProudOfGujarat

માંગરોળમાં પત્રકાર સંઘની સામાન્ય સભા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : સાયખા GIDC માં નેરોલેક કંપની ખાતે દિવાળી બોનસ સહિતની માંગ સાથે કામદારોનો હોબાળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!