ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના સ્થાપના દિને બાળ અધિકારો અને રક્ષણ અંગેના સેમિનારનું તાજેતરમાં ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા બાળ સુરક્ષા એકમને શ્રેષ્ઠ જિલ્લા બાળ સુરક્ષા એકમ તરીકેનો એવોર્ડ સામાજિક ન્યાય અને અધિકારીતા રાજય મંત્રી ઇશ્વરભાઇ પરમારના હસ્તે આણંદ જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી પાર્થ ઠકકરને એનાયત કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ દ્વારા વર્ષ 2017-18 દરમિયાન 241 બાળકોનું કૌટુંબિક પુન:સ્થાપન કરાવવાની સાથોસાથ 885 બાળકોનું યોજનાકીય પુન:સ્થાપન, પર (52) બાળલગ્ન અટકાવવાની કામગીરી તેમજ 12 બાળકોને આર.ટી.ઇ. યોજના હેઠળ મફત એડમીશન અપાવવા જેવી મહત્વની કામગીરી કરી હતી. આ સમારોહમાં ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડયા,અગ્રસચિવ મનોજ અગ્રવાલ, પોલીસ વિભાગ સી.આઇ.ડી. ક્રાઇમમાંથી અનિલ પ્રથમ, ગુજરાત રાજય બાળ સંરક્ષણ સોસાયટીના સી.ઇ.ઓ.જી.એચ.નાચિયા, ગુજરાત યુનિસેફના ચીફ લક્ષ્મી ભવાની, ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સચિવ, બાળ આયોગના સભ્યઓ તથા આઠ રાજયોમાંથી આવેલ બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સનઓ ઉપસ્થિત રહ્યા હતા..સૌજન્ય