Proud of Gujarat
FeaturedGujaratINDIA

બોરસદની શાળાના દિવ્યાંગ વિધ્યાર્થીએ જી મેઇનસ પરિક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી.

Share

આણંદ જીલ્લાના બોરસદ ખાતે આવેલ હનીફા ઇંગ્લીશ મિડીયમ શાળાના મોહમ્મદરાશીદ પઠાણ નામના એક દિવ્યાંગ વિધ્યાર્થીએ જી મેઇનસ પરિક્ષા ૮૭.૨૯ ટકા સાથે પાસ કરતા આ વિધ્યાર્થી અભિનંદનને પાત્ર થયો હતો. આ દિવ્યાંગ વિધ્યાર્થી ધો.૧ થી જ આ શાળામાં અભ્યાસ કરે છે. વર્ષ ૨૦૨૨ ૨૩ માં લેવાયેલ જી મેઇનસ પરિક્ષામાં આ વિધ્યાર્થી સહિત કુલ પાંચ વિધ્યાર્થીઓ ઉચ્ચ ગુણ સાથે પાસ થતાં તેઓ હવે એનઆઇટી માં એડમિશન લેવા સક્ષમ હોવાનું જણાવાયું હતું. આ દિવ્યાંગ વિધ્યાર્થીએ વધારાની કોઇ કોચિંગ લીધા વિના આ પરિક્ષા ઉત્તીર્ણ કરી હતી. આ પ્રસંગે શાળાના ડાયરેક્ટર ઝુબેર ગોપલાની તેમજ પ્રિન્સિપાલ હરિન્દર ધિલોને આ દિવ્યાંગ વિધ્યાર્થી સહિત ઉત્તીર્ણ થયેલ તમામ વિધ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં જણાવાયું હતું કે આ વિધ્યાર્થી પઠાણ મોહમ્મદરાશીદને લોકોમોટિવ ડિસ-ઓર્ડરની બિમારી છે, અને તેના માટે બે વાર ઓપરેશન પણ થયેલ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

વાંકલ : શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલય કઠોરનું 75.15% પરિણામ આવ્યું.

ProudOfGujarat

સુરત : આચારસંહિતાનો ભંગ કરી પત્રિકાઓ અને ભાજપની ડાયરીઓ વહેંચી રહ્યા હોવાનો આપ દ્વારા આક્ષેપ.

ProudOfGujarat

ભરૂચ જીઇબીની બેદરકારીના પગલે રતનગનર વિસ્તારમાં 2 ગાયોનું નીપજ્યું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!