Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ નગરમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયાના ઝુલુસો નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા…

Share

કરબલાના રણમાં સત્યના કાજે અસત્ય સામે શીશ ન ઝુકાવી હજરત ઇમામ હુસૈન ર.અ. હજરત ઇમામ હસન ર.અ. તેમજ તેઓના જાંબાઝ સાથીઓએ પોતાના અમુલ્ય પ્રાણોની આહૂતિ આપી અસત્ય સામે જીત પ્રાપ્ત કરી હતી. આજે સદીઓ વિત્યા છતાં સમગ્ર વિશ્વના મુસ્લિમો શહિદોની યાદ મનાવે છે. જે અંતર્ગત ભરૂચના જિલ્લાનાં આમોદ ખાતે મંગળવારના રોજ મોડી સાંજે વરસતા વરસાદમાં તાજિયાના ઝુલુસો નીકળ્યા હતા. નગરના વિવિધ વિસ્તારોમાંથી 18 થી19 જેટલા તાજિયાના ઝુલુસો સાંજના સુમારે વાવડી ફળિયાથી મુખ્ય માર્ગો પર દિલાવર મંઝિલથી તિલક મેદાન પર પહોંચ્યા ત્યારે યા હુસૈન યા હુસૈનના ગગનભેદી નારાઓથી નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
રંગબેરંગી કલાત્મક તાજિયા નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઝુલુસમાં જોડાયેલા મુસ્લિમ યુવાનો રફાઇ રમ્યા હતા. આમોદ પોલીસ મથકના  પોલીસ ઇન્સ્પેક્ટર એમ .આર. શકોરિ યા સાથે આમોદ નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં આશુરા પર્વ સંપન્ન થયું હતું. આમોદ પી.એસ.આઇ.એમ આર. શકુરીયાએ આમોદ વાવડી ફળિયામાં તાજીયાનાં દર્શન કરી ફુલહાર કરી  કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું. આમોદ નગર પાલિકા પ્રમુખ સુશીલા એમ પટેલે તેમજ નગરપાલિકાના સદસ્યો પણ તાજીયામાં ફૂલહાર કર્યા હતા…

Advertisement

Share

Related posts

ઉમલ્લા તથા રાજપારડી ચારરસ્તા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગ પર ઉડતા ડસ્ટથી સ્થાનિકો પરેશાન…

ProudOfGujarat

રાજપારડી સિટી સર્વે કચેરીમાં ઓનલાઇન સુવિધાનાં અભાવે જનતાને હાલાકી.

ProudOfGujarat

અંકલેશ્વર : આખરે આ વાયુ પ્રદૂષણનો અંત કયારે..! આજે આંકડો PM 2.5 સાથે 309 very poor પર પહોંચ્યો…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!