આમોદનગર તેમજ ભીમપુરની સીમમાં ઉભા પાકમાં રખડતાં ઢોરો ઘુસી જતાં હોય ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવી પડે છે તેમજ ખેતીને નુકશાન કરતા રખડતાં ઢોર બાબતે ગોપાલકને કહેવા જતાં ગોપાલકો તેમજ ખેડૂતો સાથે સંઘર્ષના બનાવો બને છે.ચાર દિવસ પહેલા પણ ખેડૂતે પોતાના ખેતરમાં ઉભા પાકને નુકશાન કરતી ગાયને તગેડતા ગોપાલક દ્વારા ખેડૂત પ્રતીક પટેલને ઢોર માર માર્યો હતો.ખેડૂતો તેમજ ગોપાલકો સાથે અવારનવાર સંઘર્ષના બનાવો બનતા હોય આજ રોજ ભીમપુરા તેમજ આમોદના ખેડૂતોએ આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
ખેડૂતોના જણાવ્યા મુજબ આમોદ નગર તેમજ ભીમપુરાની સીમમાં ગોપાલકો દ્વારા રખડતાં ઢોર છુટા મૂકી દેવામાં આવે છે જેથી ખેડૂતોએ સખત મહેનત કરીને ઉભો કરેલો તૈયાર પાક રખડતાં ઢોર નુકશાન પહોંચાડી રહ્યા છે આ ઉપરાંત ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં ઘુસી આવીને નુકશાન કરતા ઢોરને તગેડવામાં આવે છે તો માથા ભારે ગોપાલકો દ્વારા ખેડૂતો ઉપર જીવલેણ હુમલો કરી ઢોરમાર મારવામાં આવે છે. ખેતરમાં પશુઓને છુટા મૂકી દેવાનું કામ માત્ર દિવસે જ નહીં પણ રાત્રે પણ કરવામાં આવે છે અને ખેડૂતના ખેતીના પાકને ભયંકર નુકશાન કરવામાં આવે છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે સીમાડામાં કોઈ પણ પ્રકારની ગૌચરની જમીન આવેલી નથી.
આ અગાઉ એક વર્ષ પહેલાં પણ ખેડૂતોએ આમોદ મામલતદારને સંબોધી રખડતી ગાયો દ્વારા ખેતીને થતાં નુકશાન બાબતે આવેદનપત્ર આપ્યું હતું જે બાબતે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ના હોય તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં ખેડૂતોના ઉભા પાકને નુકશાન કરતાં રખડતાં ઢોરનો ત્રાસ બાબતે ખેડૂતો તેમજ ગોપાલકો સાથે સંઘર્ષના બનાવ બાબતે ૫ દિવસ પેહલા જ આમોદ પોલીસ સ્ટેશને એફ આઇ આર થઇ હોવા છતાં ગત રોજ નાં દિવસે ખેડૂતો ભેગા મળી ને આવેદન આપ્યું છતાં ગત રોજ સાંજે ૬વાગ્યાં ની આસપાસ મીડીયા કવરેજ માં ખેડૂતો નાં મહામૂલી પાકને નુકસાન કરતી ગાયું કેમેરા માં કેદ થવા પામી છે તેમજ આમોદ નગર રહેણાંક વિસ્તાર તેમજ મેન બજાર માં શાકભાજી ના કચરો આરોગવા અડીંગો જમાવીને ગણા સમય થી નગર જનો ત્રાહિમામ પુકારી ગયા છે આમોદ નગર ચાલતી લોક ચર્ચા મુજબ રખડતા ઢોરો નાં હુમલા પણ બન્યા છે.
આમોદ નગર માં રખડતા ઢોર માલિકો ખીલે નહિ બાધે તો આવનારા સમય માં આમોદ નગર નું શાંતિ ભર્યું વાતાવરણ દોહરાય એમ લોક ચર્ચા મુજબ જાણવા મળ્યું છે .
ઇરફાન પટેલ આમોદ