આમોદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આમોદ તાલુકા નાં સમની ગામે થી તા.૧૭/૨/૧૯ નાં રોજ જી .જે.૩૧ એચ.૬૭૬૬ ની આર. ટી.ઓ રજીસ્ટ્રેશન વાળી બાઈક ની ચોરી થયેલ જેની ફરિયાદ આમોદ પોલીસ સ્ટેશન થયેલજે ફરિયાદના આધારે આમોદ પોલીસે અલગ-અલગ સ્થળે નાકાબંધી કરી હતી પણ બાઈક ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી ન હતી.
આ ફરિયાદના સાત મહિના વીતી ગયા બાદ તાલુકો. ગરબાડા નાં પાંચવાડા ગામ નાં પોલીસ સ્ટેશન વિસ્તાર ની હદમાં પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગ અને પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન એક ઈસમ બાઈક લઈને આવતા હતા તેઓ શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા પૂછપરછ કરતા બાઈક સંદર્ભે કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા પાંચવાડા પોલીસ સ્ટેશને લઈ જઈ કડક પૂછપરછ હાથ ધરી હતી જેમાં આર.ટી.ઓ રજીસ્ટ્રેશન નાં આધારે તપાસ કરતાં આમોદ તાલુકા નાં સમની ગામ ની બાઈક હોવાનુ જણાઈ આવતા પાંચવાડા પોલીસ સ્ટેશન દ્વારા આમોદ પોલીસને જાણ કરતા આમોદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આ નંબર ની રજિસ્ટ્રેશન વાળી બાઈક નો ચોરી થયા ની ફરિયાદ થયેલ હોવાનુ જણાઈ આવતા બાઇક સવાર આરોપી શૈલેષ હીમશિંગ મંડાર. તાલુકો લીમખેડા. જી. દાહોદ નાં ઓ નો પાંચવાડા પોલીસ સ્ટેશનથી કબજો લઇ આમોદ પોલીસ સ્ટેશને લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે.
આગળની તપાસ આમોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ એમ.આર. શકુરિયા ચલાવી રહ્યાં છે.
આમોદ પોલીસ સ્ટેશન વિસ્તાર ની બાઈક ચોરી નાં આરોપીને દાહોદ પોલીસની મદદથી ઝડપી પાડવામાં મળેલી સફળતા.
Advertisement