આમોદ નગરના મોટા ભાગના વેપારીઓ એ આમોદ નગરપાલિકા મા જયને પ્લાસ્ટિક ની થેલી ને લઈને નગરપાલિકા મા હલ્લાબોલ કર્યો હતો.
આમોદ નગરપાલિકા દ્વારા આમોદ ચીફ ઓફિસર ગઢવી સાહેબ સહિત પ્લાસ્ટિક મુક્ત કરવા નિમણુંક થયેલ સૈયદ સાહેબ સહિત આમોદ નગરપાલિકા ટીમ આમોદ બઝારમાં નિકરી ને જૂદી જુદી જગ્યાએ નાના મોટા લારી ગલ્લા, દુકાનદારો ને નાનો મોટો દંડ ફટકાર્યો હતો. તેના વિરોધ મા આમોદ નગરના વેપારીઓ દ્વારા નગરપાલિકા મા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
આમોદ નગરના વેપારીઓ નું કેહવું આવું હતું કે જે પેકીંગ કંપની માંથી કરવામાં આવે છે.તેનું દંડ અમે કેવી રીતે ભર્યે, સૌથી પહેલાં વેપારીઓ એ દૂધ ની થેલી, પ્લાસ્ટિક ના કપ, પ્લાસ્ટિક ના ગ્લાસ અને મોટે ભાગે જે થેલીઓ મા મોટા ભાગની ચીજ વસ્તુઓ પેકીંગ થાય છે તેને તમે બંધ કરાવો તેવી રજુવાત કરી,વેપારીઓ ની 90% ચીજ વસ્તુઓ પ્લાસ્ટિક ની થેલી મા પેકિંગ થઈ ને આવે છે,તે કંપની ઓ માંથી તમે પેકીંગ બંધ કરાવો ત્યાંથી જ પ્લાસ્ટિક ની થેલી મા માલ પેક થઈ ને આવતો હોય તો પછી અમે સાનો દંડ આપ્યે. અને જો અમે આ પેકિંગ પ્લાસ્ટિક ફેકી દઈએ તો અમારા માલ સામાન ની કોઈ કિંમત રહેતી નથી.
આ બધી રજુવાત આમોદ ચીફ ઓફિસર અને પ્લાસ્ટિક મુક્ત આમોદ માટે નિમાયેલ સાહેબ ને આમોદ નગર ના વેપારીઓ એ મૌખિક રજુઆત કરી હતી.
આમોદ નગરપાલિકા દવારા માં હાલ પ્લાસ્ટિક મુક્ત આમોદ બને તેવી જુંબેશ ચાલુ કરાઇ
Advertisement