ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામની સીમમાં એલ.સી.બી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો અને બે શખ્સો ની અટકાયત કરી હતી. આ બનવાની મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચ જિલ્લામાં થતી પ્રોહીબિશન ની ગેરકાનુની પ્રવૃત્તિ અટકાવવા તથા ગણનાપાત્ર દારૂના કેસો શોધી કાઢવા માટે માર્ગદર્શન આપવામાં આવેલ જેના અનુસધાને ભરૂચ એલ.સી.બી તાંબા ના અધિકારીઓ દ્વારા દારૂનો વેપલો કરનારા પર સતત વોચ ગોઠવવામાં આપતા પી.આઈ જે.એન.ઝાલાની ટિમ જંબુસર તરફ પેટ્રોલિગમાં હતી તે દરમ્યાન બાતમી મળેલ કે આમોદ તાલુકાના કેરવાડા ગામની સીમમાં સુનિલસિંહ માનસિંહ રાજની માલિકીના ખેતરમાં ફોરવિલ ગાડી નંબર GJ-06-KP-2572 તેમજ નંબર વગરના છોટાહાથી વાહન માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની નાની મોટી બોટલો નંગ ૪૩૩૨ નો મુદ્દામાલ અને આરોપી ટીલા ઉર્ફે દિનેશ ની રહે.દાંતીવાડા અને પ્રવીણ ચન્દ્રસિંહ પરમાર રહે.કેરવાડા નવી નગરી ને ફોરવિલ ગાડી અને છોટાહાથી સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ ૧૯૦ બોક્ષ અને નાની મોટી બોટલ નંગ ૪૩૩૨ કિંમત રૂપિયા ૬,૮૧,૦૦૦ ફોરવિલ ગાડી નંબર Gj-06-kp-2572 ની કિંમત પાંચ લાખ અને છોટાહાથી કિંમત રૂપિયા બે લાખ અને મોબાઇલ મળી કુલ ૧૩ લાખ ઉપરાંત નો વિદેશી દારૂનો મોટો જથ્થો અને બે આરોપીઓને ભરૂચ એલ.સી.બી પોલીસે ઝડપી લીધા હતા.
આમોદના કેરવાડામાંથી ૬ લાખ ઉપરાંતના દારૂ સાથે બે ને ઝડપી પાડતી એલ.સી.બી
Advertisement