ટાયર પંચર ની દુકાન નવી શરૂ કર્યાના પહેલે દિવસે જ હવા ભરવા માટે આવેલ કોમ્પ્રેસર નો વીજજોડાણ કરવાં જતાં વીજ કરંટ લાગતા સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત
આમોદ તાલુકા નાં સમની પાસે આવેલ હોટલ નર્મદા સ્થિત મોહમ્મદ ઇમરાન શેખ મૂળ રહેવાથી બૈકત પુર. મુજફ્ફરપુર. બિહાર નાં ઓ ને વીજ કરંટ લાગવા થી મોત થયું એ સંદર્ભમાં ભરૂચ જિલ્લાના હિંગલ્લા ચોકડી પર દુકાન ધરાવતા મૃતક નાં સબંધી મોહમ્મદ એઝાઝ નાં ઓ એ આમોદ પોલીસ તેમજ મીડીયા સમક્ષ જણાવ્યા અનુસાર..
નર્મદા હોટલ સ્થિત આમોદ ભરૂચ મેન રોડ પર આવેલ હોય અને વાહનો ને થતાં ટાયર પંચર રીપેરીંગ માટે વાહનચાલકને સુવિધા મળી રહે માટે બનાવેલ દુકાન અગાઉ એક આંધ્રપ્રદેશના ઈસમ દ્વારા દુકાન ચલાવવામાં આવતી હતી. દુકાન ભારા કરાર પર હોય કોઈ એના અંગત કારણસર દુકાન બંધ કરી દેતા. ઘણા સમયથી બંધ હાલત માં હતી જેની જાણ હિંગલ્લા સ્થિત પોતાના સબંધમાં બનેવી મોહમ્મદ એઝાઝ ને ત્યાં ટાયર પંચર રીપેરીંગ કામ કરતા મોહમ્મદ ઇમરાન શેખે બે દિવસ અગાઉ જ આ દુકાન ભાડા કરાર રોજગારી અર્થે ભારે લીધી હતી.
ત્યારે ગતરોજ ટાયર માં હવા ભરવા માટે કોમ્પ્રેસર મશીન તેમજ અન્ય સામાન દુકાન માં મૂકવામાં આવ્યો હતો. અને આજરોજ સવારમાં દુકાન ચાલુ કર્યાના પહેલા જ દિવસે સવાર નાં સાડા આઠ વાગ્યાની આસપાસ કોમ્પ્રેસર મશીન માં વીજ જોડાણ કરતાં અચાનક આકસ્મિક રીતે વીજ કરંટ લાગતા ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
આમોદ પોલીસને જાણ થતા તાત્કાલિક ધોરણે પહોંચી મૃતક ની બોડી નો કબજો લઇ આમોદ રેફરલ હોસ્પિટલને પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા.પી.એમ બાદ ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા અંદાજિત 1600 કીલોમીટર અંતર કાપીને બિહાર રાજ્ય માં આવેલ બૈકત પુર. મુજફ્ફરપુર. બિહાર મૃતક નાં સબંધીઓ દ્વારા લઈ જવામાં આવ્યા નાં સમાચાર સાંપડયા છે.
સમની પાસે આવેલ નર્મદા હોટલ સ્તિથ ટાયર પંચર રીપેરીંગની દુકાનમાં વીજ કરંટ લાગતા એક ઇસમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત .
Advertisement