Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ મામલદાર તેમજ નાયબ મામલતદાર A.C.B. ના છટકામાં ઝડપાયા

Share

આમોદ મામલદાર તેમજ નાયબ મામલતદાર A.C.B. ના છટકામાં ઝડપાયા, આમોદ ખાતે ભ્રષ્ટાચાર થવાની તેમજ કામ અર્થે મામલતદાર કચેરી ખાતે આવતી જનતા પાસે મામલતદાર તેમજ નાયબ મામલતદાર લાંચ માંગતા હોવાની લોક ચર્ચાએ સમગ્ર આમોદ પંથકમાં ભારે જોર પકડ્યું હતું. ત્યારે આમોદના જાગૃત નાગરિક દ્વારા ભ્રષ્ટાચારી આમોદ મામલતદાર તેમજ નાયબ મામલતદાર ની શાન ઠેકાણે લાવવા A.C.B નું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આમોદ મામલતદાર કચેરીમાં A.C.B. ની રેડ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા આમોદ તાલુકા કચેરીના મામલતદાર જે ડી પટેલ તેમજ ડેપ્યુટી મામલતદાર ચિરાગ ડોડીયા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા છે. નાયબ મામલતદાર ચિરાગ ડોડીયા A.C.B ના સકંજામાં જ્યારે મામલતદાર જે.ડી.પટેલ ભાગી છૂટ્વામાં સફળ થયા હતા. A.C.B એ મામલદાર જે.ડી.પટેલ ને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર છટકું ગોઠવનાર મુખ્ય ફરિયાદી આમોદ શહેરના ભાજપના હોદ્દેદાર કમલેશ પટેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમોદ મામલતદાર માં A.C.B. ની રેડ પડતાંની સાથે જ જાણે મામલતદાર કચેરીમા ભુકંપ આવ્યો હોય. તેવી નાસભાગ મચી જવા પામી હતી. મામલતદાર કચેરીમાં A.C.B. ની રેડ પડતા સમગ્ર આમોદ પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

Advertisement

Share

Related posts

કયાં જોવા મળ્યું અંકલેશ્વરમાં દુર્ગધવાળું પાણી ? શું આમ જ લોકોના સ્વાસ્થ્ય સાથે થશે ચેડાં ? જાણો વધુ…

ProudOfGujarat

હાંસોટ તાલુકાના ઇલાવ ગામે જર્જરિત પાણીની ટાંકી સલામતી પૂર્વક ઉતારવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં સ્વચ્છતા માટે વધુ પાંચ ટેમ્પો ડોર-ટુ-ડોર ફરશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!