આમોદ તાલુકામાંથી વહેતી ઢાઢર નદી ભયજનક સપાટીની લગોલગ આવી ગઈ છે. આમોદ નજીક ઢાઢર નદીની ભયજનક સપાટી 102 ફૂટની છે જયારે હાલ આ નદી 101 ફૂટની સપાટી પર વહી રહી છે. જેના પગલે 14 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. આ 14 ગામોમાં 7 ગામો આમોદ તાલુકાનાં છે જેમાં જૂના દાદાપોર, જૂના વાડિયા, મંજોલા, જૂના કોબલા, વાસણા, પુરસા, કાકરિયા છે. જયારે જંબુસર તાલુકાનાં ભોજાગરા, ખાનપુર, મગનાદ, મહાપુરા, વહેલમ, કુંઢળ, જાફપુરા ગામોનો સમાવેશ થાય છે. ઢાઢર નદીનાં વધતાં જતાં પાણીનાં પગલે લાઇઝન અધિકારીની સલામતીના હેતુસર નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય સાવચેતીનાં પગલાં પણ ભરવામાં આવ્યા છે.
Advertisement