ભરૂચ એલ.સી.બી પોલીસે બે રીઢા વાહનચોરને ઝડપી પાડયા હતા. આ વાહન ચોરો મોટરસાયકલ જેવા વાહનોની ખરીદી અને વેચાણનો ધંધો કરતા હતા. તેઓ મઢુલી સર્કલ થી શ્રવણ ચોકડી સુધીના વિસ્તારમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી અને આ વિસ્તારમાં મુકાતી મોટરસાયકલો પર ધ્યાન રાખી મોટરસાયકલ ઉઠાંતરી કરવાની યોજના બનાવતા હતા. તે અંગે તેમને ડુબ્લીકેટ ચાવીઓ પણ બનાવી હતી. તેના વડે મોટરસાયકલ ની ઉઠાંતરી કરી રીઢા ચોરો પોતાના વતન એવા આમોદ તાલુકાના વાતરસા કોઠી ગામ ખાતે મોટરસાયકલો લઈ જવામાં આવતી હતી. અને ત્યાં મોટરસાયકલ ના દરેક સ્પેરપાર્ટ છુટા કરી તેમની પાસે આવતી જુની મોટર સાયકલ માં તે સ્પેરપાર્ટ ફિટ કરી તેને મોટર સાયકલની કિંમતમા વધારો કરતા હતા. અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા. એલ.સી.બી ના પી.આઇ ઝાલાએ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સૂચના અનુસાર પી.એસ.આઇ બરંડા, ચૌહાણ અને ગઢવી ની જુદી-જુદી ટીમ બનાવી. આ રીઢા ચોરને ઝડપી લેવા આયોજન કર્યું હતું. જેમાં અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા મહંમદ પટેલ અને શફવાન ઇકબાલ આદમ મોના બન્ને રહે. વાતરસા કોઠી તા.આમોદ જી.ભરૂચ ના ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમના નિવાસ સ્થાનેથી મોટરસાયકલ સંખ્યાબંધ સ્પેરપાર્ટ મોટી સંખ્યામાં મળી આવ્યા હતા. એ ડીવીઝન પોલીસ મથક માં નોંધાયેલ 7 જેટલા વાહન ચોરી ના ભેદ ઉકેલાયા હતા.
ભરૂચ એલ.સી.બી પોલીસે બે રીઢા વાહન ચોરો ઝડપી પાડ્યા
Advertisement