આમોદ તાલુકા ના સરભાણ ગામ ખાતે તા 18/7 ના રોજ સિમરખા અને રબારી સમાજ વચ્ચે મારાંમારી થતા 5 વ્યક્તિ ઓને ઇજા પહોંચી હતી જે પેકીં 3 ને વધુ ઇજા થતા સારવાર અર્થે વડોદરા લઇ જવાયા છે. આમોદ પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર તા 18/7 ના રોજ સરભાણ ગામ ની સિમ પાસે આ બનાવ બન્યો હતો. જેમાં ઢોર ચરાવવા બાબતે સિમરખા અને રબારી સમાજ વચ્ચે મારક હથિયાર વડે ઝઘડો થયો હતો જેમાં 5 વ્યક્તિ ઓને ઇજા પહોંચી હતી. જે પેકીં 3 ને વધુ ઇજા પહોંચતા સારવાર અર્થે વડોદરા લઇ જવાયા હતા. આ બનાવ અંગે આમોદ પોલીસ મથક ખાતે સામસામે ફરિયાદ નોંધાઈ હતી. એક ફરિયાદ દીપકભાઈ રબારી એ નોંધાવી હતી. જેમાં 5 આરોપી જણાવાયા છે. જયારે બીજી ફરિયાદ મહમદ સીધી એ નોંધાવી હતી. જેમાં 10આરોપી દર્શાવેલ છે. આમોદ પોલીસ બનાવ ની તપાસ કરી રહી છે.
Advertisement