આમોદ તાલુકાના ઇખર, વાતરસા અને પારખેત ગામમાં કોરોનાનો પોઝિટિવ કેસ મળી આવ્યો હતો જેથી સમગ્ર ભરૂચ જિલ્લામાં દહેશત ફેલાઈ ગઈ હતી. જે લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા તેમને ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમના સંપર્કમાં આવેલા લોકોને આમોદ બચ્ચોકા ઘર તેમજ સ્વામિનારાયણ ગુરુકુલ આમોદ ખાતે હોમ કવોરન્ટાઈન રાખવામાં આવ્યા હતા.બચ્ચોકા ઘરમાં ૪૮ તેમજ સ્વામિનારાયણ ગુરુકુલમાં ૪ એમ કુલ ૫૨ લોકોને હોમ કવોરન્ટાઈન કરાયા હતા. જેમાં ઇખર, વાતરસા,પારખેત અને આમોદ શહેર તેમજ ભરૂચના લોકોનો સમાવેશ થાય છે ગઈકાલે આશરે રાત્રિના સમયે બચ્ચોકા ઘરમાંથી હોમ કવોરન્ટાઈન હેઠળ રાખેલ ઇખર ગામમાં રોકાયેલ સાત તમિલનાડુના જમાતીઓ અને ઇખર ગામના અન્ય બે વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈનનો સમય પૂર્ણ થતા તેમને હોમ કવોરન્ટાઈનમાંથી મુક્તિ મળી હતી અને તેમને પરત કરવામાં આવ્યા હતા.
Advertisement