કોરોનાના કહેરને લીધે સમગ્ર ભારતભરમાં લોકડાઉન જાહેર કરાયું છે અને કલમ ધારા 144 લાગુ કરવામાં આવી છે. આવી કપરી પરિસ્થિતિમાં આમોદમાં પણ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે આમોદ પોલીસ પણ ચોવીસ કલાક ખડેપગે ઊભા રહી ફરજ બજાવી રહી છે અને ડ્રોન કેમેરા વડે પણ નજર રાખી રહી છે. તેમજ આમોદ તાલુકામાં વિવિધ ચેક પોસ્ટ ઉપર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાઇ રહ્યું છે. તો આજે સવારે આશરે પાંચ વાગ્યાના સમયે સમની ચેક પોસ્ટ ઉપર આમોદના એક પોલીસ કોન્સ્ટેબલ સુનિલ સિંહ મહેન્દ્રસિંહ પોતાની ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન તેમના પેટમાં દુખાવો ઉપડતાં તેમની હાલત લથડી હતી આ વાતની જાણ તેમના મિત્રને થતા તેમના મિત્રએ તાત્કાલિક તેમને ગાડી ઉપર બેસાડી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર હાથ ધરાઇ હતી. તેમની મુલાકાત કરતા જાણવા મળ્યું હતું કે હાલ તેઓ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ છે અને તેમની તબિયત સારી છે.
લોકડાઉનમાં ફરજ બજાવતા આમોદનાં એક પોલીસ કોન્સ્ટેબલની હાલત લથડતાં તેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયો.
Advertisement