સમગ્ર દેશ ભરમાં કોરાના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેને પગલે સમગ્ર ભારતભરમાં દહેશત ફેલાઇ ગઇ છે. આ જીવલેણ વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને આખા ભારતભરમાં ૧૪૪ કલમ લાગુ કરી કડકાઈથી લોકડાઉનનની અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે આમોદ પોલીસ પણ લોકડાઉનને સફળ બનાવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોતાની ફરજ બજાવી રહી છે અને આમોદ તાલુકામાં ડ્રોન કેમેરા વડે નજર રાખી રહી છે. આમોદમાં લોકડાઉન સફળ બને તે માટે ડ્રોન કેમેરાથી આમોદ તાલુકાના વિવિધ ગામોમાં નજર રાખવામાં આવી રહી છે અને કલમ ધારા ૧૪૪ નું કડકાઈથી પાલન કરાવાય રહ્યું છે જેથી કોરોના વાયરસના ફેલાવાથી અટકાવી શકાય અને અને આ મહામારીથી બચી શકાય.
Advertisement