ભરૂચનાં આમોદ નગરમાં આવેલી બેન્ક ઓફ બરોડા તેમજ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઉપરોક્ત બંને બેન્કો પર લોક ડાઉનનાં નિયમોનું ઉલ્લંઘન પણ નજરે પડ્યું હતું.
હાલ દેશમાં કોરોના વાયરસનાં પગલે સરકાર દ્વારા ૨૧ દિવસીય લોક ડાઉનની જાહેરાત થઇ હોય પોલીસ દ્વારા લોક ડાઉનનો જિલ્લામાં કડક અમલ નજરે પડી રહ્યો છે.ત્યારે ભરૂચનાં આમોદ નગરમાં કંઇક વિપરીત જ નજરે પડી રહ્યું છે. આમોદ નગરમાં આવેલી બેંક ઓફ બરોડા તેમજ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ પર મંગળવારના રોજ ખાતેદારોની લાંબી કતારો જોવા મળી હતી. કતારો જોતા લાગી રહ્યું હતું કે કોરોના વાયરસનાં પગલે જે સોશીયલ ડિસ્ટન્સ જળવાવું જોઇએ તેની ધરાર અવગણના જોવા મળી હતી.
મીડિયા સુધી વાત પહોંચતા મીડિયા કર્મીઓએ ઉપરોક્ત બેંકો પર જઈ જે નિહાળ્યું તે ખરેખર લોકડાઉનનાં ખરા અર્થમાં ધજાગરા ઉડી રહ્યા હોય એમ નજરે પડી રહ્યું હતું. સરકારની જનધન યોજનાનાં બેંક એકાઉન્ટમાં રૂપિયા પાંચસો જમા થયા હોવાના કારણે લોકોએ બેંકો ઉપર દોટ મૂકી હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી. પરંતુ જે સેફ ડિસ્ટન્સ હોવું જોઈએ તે ન જોવા મળતા લોકમુખે ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.
ભરૂચનાં આમોદ સ્થિત બેન્ક ઓફ બરોડા તેમજ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચો પર લોકોની ભારે ભીડ જોવા મળી લોક ડાઉનનાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન નજરે પડ્યું હતું.
Advertisement