ભરૂચનાં આમોદમાં સસ્તા અનાજની દુકાનો પર રેશનકાર્ડ ધારકોને વ્યવસ્થિત જવાબ ન મળતા રેશનકાર્ડ ધારકોએ હોબાળો મચાવ્યો હતો. હાલ દેશમાં લોક ડાઉનનાં પગલે સર્વત્ર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
૨૧ દિવસીય લોક ડાઉનનાં પગલે હવે પરિસ્થિતિ વધુ બગડે એવી શક્યતાઓ પ્રબળ બનવા પામી છે. ભરૂચના આમોદ ખાતે દીનદયાળ સસ્તા અનાજની દુકાનો પર રેશન કાર્ડ ધારકોને દુકાનદારો તરફથી ઉચિત પ્રત્યુત્તર ન મળતા ભારે હોબાળો જોવા મળ્યો હતો. હજુ તો લોક ડાઉનનો આઠમો દિવસ ચાલી રહ્યો છે ત્યારે આ હાલત છે તો હજુ 13 દિવસ બાકી છે તો શું હાલત થશે તેવી લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી. રેશનકાર્ડ ધારકો મામલતદાર કચેરી રજુઆત કરવા દોડી આવતા મામલતદાર દ્વારા કચેરીને તાળુ મારી દેવાતા રેશનકાર્ડ ધારકો મામલતદાર કચેરી બહાર રોષે ભરાયા હતા.
ઇરફાન પટેલ : આમોદ
Advertisement